________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષોડશરિચ્છેદ.
પરમ
આવા સમયમાં જન્મેલે બાળક પિતાને સુખકારી થતા નથી. આ બાળક પિતાને ઘેર મ્હાટા થાય તો કુલના તથા રાજ્યલક્ષ્મીના નાશ કરે એમાં સ ંદેહ નથી; વળી હે દેવ ? મ્હારા કહેવાથી આપ રાષ કરશેનહીં. વિશેષમાંમ્હારે એટલું આપને જણાવવાનું છે કે; જ્યાં સુધી આપ એને જોશેા નહીં ત્યાંસુધી જ આપનુ કુશલ છે અને જ્યારે એને દેખશેા કે તરતજ તમ્હારા પ્રાણના પણ સંશય થશે. ભૂપતિએ કહ્યું; હું ભદ્રક ? સત્ય વાતમાં ક્રોધ શામાટે કરવા પડે ? શાસ્ત્રામાં પ્રતિપાદન કરેલાં મધ્યસ્થ તત્ત્વાના જાણકાર દૈવજ્ઞ પુરૂષો જે વાત કરે છે તે યથાર્થ હોય છે. માટે હું દૈવજ્ઞ ! શાસ્ત્રબુદ્ધિથી કહેલાં ત્હારાં વચના ઉપર તેમજ હારીઉપર મ્હને ખીલકુલ રાખનથી. એમ કહી ભૂપતિએ સત્કાર કરી તેને વિદાય કર્યો.
મદનવેગકુમાર.
દૈવજ્ઞના ગયા બાદ નરેદ્રને બહુજ સંતાપ થવા લાગ્યા. હવે મ્હારે શું કરવું ? આ પુત્રને કેાઈ પણ સ્થાનમાં વિદાય કરવા ઠીક છે. કારણકે; એનું મુખાવલેાકન થવુ ન જોઇએ, એમ વિચાર કરી રાજાએ એલાવીને સુખાસનમાં એડેલી પેાતાની વ્હેન પ્રિયંવદાને કહ્યું કે, પ્રથમ પુત્રના જન્મ દિવસે માતાપિતાને ઘણા હર્ષ થાય છે.પરંતુ અમ્હારા દુદે વને લીધે તે પ્રસ ંગ અમ્હને વિપરીત દાયક થઈ પડયા. માટે હે ભદ્રે ! ધાવમાતા સહિત આ બાળકને લઇ તું પોતાના સાસરે જલદી ચાલી જા અને ત્યાં એને મ્હાટાકરવા. એ પ્રમાણે પોતાના ભાઈની આજ્ઞા સ્વીકારીને પ્રિયંવદા સુરનદન નગરમાં હેને લઈ ગઈ. બાદ જ્વલનપ્રભ વિદ્યાધરેંદ્રની પ્રિયભાયેં ચંદ્રલેખાની કુક્ષિએ ઉત્પન્ન થયેલા જલકાંત નામે
For Private And Personal Use Only