________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૨૬
સુરસુંદરીચરિત્ર. રાદિકના દાનવડે સંતુષ્ટ કરતે, કદાચિત્ અંતેઉરમાં જઈને વિવિધપ્રકારના કીડા વિલાસમાં પ્રવીણ એવી પોતાની સ્ત્રીઓ સાથે વિષયસુખને સેવત, કદાચિત્ હુંશીયાર એવી વારાંગનાઓએ કરેલા હાવભાવવડે રમણીય અને સુંદર ગીતવાળા નાટ્યકલાનું અવલોકનકરતો વળી એશિવાય અન્યપણુ શિષ્ટપુરૂષને સંમત, પોતાના પૂર્વજોએ આચરેલું, પિતાનાકુલને અવિરૂદ્ધ, પિતાની ઉંમરને લાયક, સજનાને વખાણવાલાયક, લૌકિક આગમથી અવિરૂદ્ધ; અને પ્રાચીન રાજાઓએ આચરેલું જેજે કાર્ય હતું તેસર્વને પોતપોતાના સમયમાં પ્રતિપાદન કરતે, સુખસાગરમાં મગ્નથયેલે, દુપરહિત છે પ્રકૃતિ જેનીએ તે મકરકેતુરાજા શ્રી જનશાસનની સેવામાં નિરંતર ઉઘુક્ત રહેતો હતો. બાદ સુરસુંદરીની સાથે સ્નેહપૂર્વક નિવાસ કરતા તે મકરકેતુરાજનાં કેટલાએ લક્ષપૂર્વવર્ષ વ્યતીત થયાં “પોતાની પુણ્યપ્રકૃતિને લીધે તેની ધાર્મિક પ્રવૃત્તિઓ નિર્વિઘપણે સિદ્ધ થતી હતી. અન્યત્ર પણ કહ્યું છે કે, तावच्चन्द्रबलं ततोग्रहबलं तारावलं भूबलं,
तावत्सिद्धयति वाञ्छितार्थमखिलं तावज्जनः सज्जनः । मुद्रामण्डलतन्त्रमन्त्रमहिमा तावत्कृतं पौरुषं,
यावत्पुण्यमिदं सदा विजयते पुण्यक्षये क्षीयते ॥१॥ ' અર્થ–“જ્યાં સુધી પ્રાણીઓનું પુણ્ય જાગ્રત હોય છે. ત્યાંસુધી ચંદ્રબલ, ગ્રહબલ, તારાબલ, પૃથ્વીબલ, અને સમસ્ત અભિવાંછિત અર્થો સિદ્ધ થાય છે. તેમજ સજજનેનું સજનપણે ત્યાં સુધી ટકી રહે છે. મુદ્રામંડલ, તંત્ર અને મંત્રને મહિમા અને કરેલું પરાકમપણ ત્યાંસુધી જ સિદ્ધ થાય છે. વળી
For Private And Personal Use Only