________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૯૭
પંચદશ પરિચ્છેદ. બાદ અવસર જાણીને કુમારે મુનિને પૂછયું. હે ભગવન? તે દેવે મહારી વિદ્યાઓનો ઉછેદ શામાટે કર્યો? બાદ મુનિએ પણ તેના વૈરનું સમગ્ર કારણ કહી સંભળાવ્યું. પછી તે મુનીંદ્રનું વચન સાંભળી મકરકેતુકુમારને ઉહાપોહ કરતાં જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું. પિતાના પૂર્વભવનું સ્મરણ કરીને કુમારે કહ્યું કે, હે ભગવન? આપનું કહેવું સત્ય છે. વળી ફરીથી તેણે પૂછ્યું. હે ભગવન્ ? તે દેવે હરણ કરીને સુરસુંદરીને કયાં મૂકી છે? મુનિએ કહ્યું ચવનકાળના સમયે તે દેવના હસ્તમાં રહેલી સુરસુંદરી આકાશમાંથી કુસુમાકર ઉદ્યાનમાં પડી હતી. હેકુમાર? હાલમાં તે હસ્તિનાપુરમાં કમલાવતીનામે હારી જનનીની પાસે રહેલી છે. તે સાંભળી કુમાર બેલ્ય. હે મુનીંદ્ર ? શું આ મહારા પિતા અને આ કનકમાલા હારીમાતા નથી! ત્યારબાદ મુનિએ તેના સંશયને દૂર કરવા માટે દેવતાએ હરણ કર્યું. વિગેરે સર્વવૃત્તાંત હેને કહી સંભળાવ્યું. પછી મુનિના વચનવડે શુદ્ધ થયું છે હૃદય જેનું એવા ચિત્રવેગ રાજાએ કહ્યું, હે કુમાર? પૂર્વભવના વૈરી એવા દેવવડે હરણ કરાયેલે તું ચિત્રગ વિદ્યાધરેંદ્રના ત્યાં હેટ થઈશ એ પ્રમાણે દેવભવમાં રહેલા હે હને જે પ્રથમ કહ્યું હતું તે હાલમાં હુને કેમ સાંભરતું નથી? માટે તે વાત સત્ય થઈ. વળી હે પુત્ર? ફરીથી તે વિદ્યાઓને તું સિદ્ધકર. હવે તું શેક કરીશ નહી. કારણકે, હું મ્હારા સ્થાનમાં ન્હને સ્થાપન કરીશ. વિષ સમાન વિષય સંગને સર્વથા ત્યાગ કરીને સંસાર ભ્રમણથી ખિન્ન થયું છે હૃદય જેમનું એવા અહે હાલમાં નિરવદ્ય એવા દીક્ષાવ્રતને ગ્રહણ કરવામાં ઉત્સુક થયા છીએ.
૩૨
For Private And Personal Use Only