________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુરસુંદરીચરિત્ર.
દુઃખને ક્ષય ઈચ્છનાર પુરૂષોએ મન, વચન અને કાયાવડે પ્રાણુઓને અભયદાન આપવું. જે મનુષ્ય હંમેશાં નિરવદ્ય એવું સત્ય વચન બાલે છે તેઓ જરામરણના દુઃખથી ભરેલા સંસારને લીલા વડે તરી જાય છે. વળી જેઓ અદત્તવસ્તુને ગ્રહણ કરતા નથી તે પ્રાણીઓને દારિદ્ર, વ્યાધિ, જરા, મરણ, શેક અને પ્રિયવિરહ વિગેરે દુ:ખ થતાં નથી. જે પ્રાણીઓ મન વચન અને કાયાવડે અબ્રહ્મ (મથુન) નો ત્યાગ કરે છે, તેઓ સર્વ કર્મોનો ક્ષય કરીને મોક્ષ સ્થાનમાં જાય છે. જે મનુષ્ય ધર્મનાં ઉપકરણે શિવાય બાકીના પરિગ્રહને સર્વથા ત્યાગ કરે છે. તેઓ ભવસાગરને તરીને અજરામર (મોક્ષ) સ્થાનને પામે છે. માટે હે ભવ્યાત્માઓ? અનેક દોષના કારણભૂત એવા પરિગ્રહનો ત્યાગ કરે ઉચિત છે. તેમજ અન્યત્ર પણ કહ્યું છે કેप्रत्यर्थी प्रशमस्य मित्रमधृतेहस्य विश्रामभूः,
पापानां खनिरापदां पदमसद्धयानस्य लीलावनम् । व्याक्षेपस्य निधिर्मदस्य सचिवः शोकस्य हेतुः कले, केलीवेश्म परिग्रहः परिहृतेर्योग्यो विविक्तात्मनाम् ॥१॥
અર્થ—“આ જગમાં શાંતિનો કટ્ટોદુશમન અધેર્યને ખાસમિત્ર, મેહરાજાને વિશ્રાંતિનું મુખ્ય સ્થાન,પાપનું ઉત્પત્તિસ્થાન, આપત્તિઓનું મૂળસ્થાન, અસદ્ધયાનનું કીડાવન, મિથ્યાવાદને નિધિ, મદને કારભારી, શેકનું મૂળ કારણ અને કલેશનું ક્રીડાગ્રહ એવા અનેક દેથી ભરેલા પરિગ્રહને આત્માથી પુરૂએ સર્વદા ત્યાગ કરવો જોઈએ.” એ પ્રમાણે શ્રીજીદ્રભગવાને કહેલા ધર્મને ઉપદેશ મુનિમહારાજે કર્યો.
For Private And Personal Use Only