________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચદશપરિચછેદ. આવ્યું. બહુ આનંદમાં મગ્ન થયેલી દેવી તે વિદ્યાધરનાં વારણું લેવા લાગી. તેમજ સુરસુંદરીને એટલે બધો હએ થયો કે, જેણના અંગોમાં પણ માઈ શક્યો નહીં. ત્યારબાદ અમરકેતુરાજા સૂરિને પ્રણામકારી પરિવારસહિત પોતે નગરમાંગ. નગરમાં ગયા બાદ ભૂપતિએ નગરપાલકને આજ્ઞા કરી
કે જલદી નગરને સુશોભિત કરાવો. નગરશભા. સર્વ ઠેકાણેથી કચરાઓને દૂર કરી
જલદી સર્વ શેરીઓના રસ્તાઓ સાફ કરાવે. કસ્તુરી અને કુંકુમથી મિશ્રિત એવા જલવડે દરેક માર્ગો છંટાવે, સરસ કમલે સહિત સુગંધિત અને મનોહર એવાં પુપના ઉપચાર કરાવે. આકાશને આચ્છાદન કરનારી ઉત્તમ દુકાનની શોભાઓ કરાવે. દરેક મંદિરમાં નાના પ્રકારની વંદનમાલાઓ બંધાવો. સુંદર હવેલીઓની પંક્તિઓને વિચિત્ર રંગાવડે તહે જલદી વિભૂષિત કરાવો. સર્વગૃહદ્વારેમાં નિર્મળ જળથી ભરેલા સોનાનાકલશેની સ્થાપના કરાવે. તેમજ દરેક ભવન દ્વારમાં વિવિધ પ્રકારની પતાકાઓ ઉદ્ઘભાગમાં લટકાવે. વળી આ મુખ્ય માર્ગમાં ઉત્તમ પ્રકારનાં પુષ્પ તરણ તેમજ મંચની ગોઠવણ કરાવો. ગેરેચન, સર્ષપ અને દુર્વાઓના પ્રક્ષેપ સહિત સાથીયાઓની રચનાઓ કરી. તેમજ કેટલાક અન્ય કાર્ય પણ જે કરવાનાં હોય તે સર્વ તહે જાતે કરે અને નગરના લેકે પાસે પણ કરાવે. આ પ્રમાણે નરેંદ્રના કહેવાથી તેઓ વિશેષ પ્રકારે કામ કરવા મંડી ગયા. તેમજ કામની બહુ ઉતાવળને લીધે ચાકર લોકો નગરની અંદર ચારે તરફ ફરવા લાગ્યા. સર્વત્ર કાર્યના સમારંભ થવા લાગ્યા,તે જઈનાગરિક લોકોનાઉમંગ બહુવૃદ્ધિ પામવા લાગ્યા.
For Private And Personal Use Only