________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુરસુંદરીચરિત્ર. પૂર્વક તે વિદ્યાને સિદ્ધ કરી. બાદ હું વિદ્યાઘર સહિત સિદ્ધપુર નગરમાં આવ્યો. પછી હેધનદેવ? કનકવતી સહિત સુરથને દેશમાંથી કાઢી મૂકીને સિદ્ધપુરને હું રાજા થયો. કેટલાક કેડાછેડી વર્ષ સુધી ત્યાં રાજ્યપાલન કરીને મહે પોતાના પુત્ર જયસેનને રાજ્યાસને સ્થાપન કર્યો. બાદ હુને તીવ્ર વૈરાગ્ય થવાથી શ્રી ઘનવાહન કેવલીની પાસે પાંચસે રાજકુમારની સાથે હે દીક્ષા ગ્રહણ કરી. સાધુની ક્રિયાઓને હું અભ્યાસ કરવા લાગ્યું, અનુક્રમે દ્વાદશાંગીને જાણકાર હું થઈ ગયા. શ્રી ઘનવાહન કેવલીએ સૂરિપદને લાયક મને જાણ
સૂરિપદવી આપી. બાદ હેભદ્ર ધનદેવ સૂરિપદવી. અમ્હારા ગુરૂશ્રી કેવલીભગવાન લેશી
વ્રત ધારણ કરી શેષ રહેલાં ચાર ઘાતી કર્મોને ક્ષીણકરી નિર્વાણ (મોક્ષ) પદ પામ્યા. એ પ્રમાણે સુખતિષ્ઠ સૂરિ પોતાનું વૃત્તાંત કહેતા હતા. તેટલામાં આકાશમાંથી
એક વિદ્યાધર ત્યાં ઉતર્યો. પ્રથમ સુરિમહારાજને પ્રણામ કરી વિનીત એવા તે વિદ્યારે પ્રણામ પૂર્વક કહ્યું કે, વૈતાઢય પર્વ તમાંથી આપને વર્યાપન (વધામણી આપવા માટે હું આવ્યું છું. સકલ (સમગ્ર) વિદ્યાઓ જેણે સિદ્ધ કરેલી છે એવા મકરકેતુ નામે તહારા પુત્રને દીક્ષા ગ્રહણ કરવામાં ઉત્સુક એવાચિત્રવેગ રાજાએ પોતાના સ્થાનમાં સ્થાપન કર્યો છે. અને તેમરકેતુ અનેક વિદ્યાધરોના સમૂહ સહિત આપને ચરણ સેવક આજે આ નગરમાં આવશે. એમ હું આપની આગળ પ્રિયરાંત નિવેદન કરૂ છું. એ પ્રમાણે વિદ્યાધરનું વચન સાંભળી રાજાનાં રોમાંચ પ્રફુલ્લ થઈ ગયાં. બાદ તેણે પિતાના અંગે લાગેલા સર્વ અલંકાર તેમજ પુષ્કલ દ્રવ્ય હેને બક્ષિશમાં
For Private And Personal Use Only