________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
<<
૪
અંદર આવેલા ગુણવાન પુરૂષા સુખેથી રહે, એમને રહેવામાટે કાણુ ના કહી શકે ? તેમના રહેવાથી આપણને શી હરકત છે ? તેમાં દેષનું કારણતા કઇં દેખાવુ જોઇએ ? એ પ્રમાણે નરેનું વચન સાંભળી ચૈત્યવાસીએ મેલ્યા. હૅનરાધીશ? આ સબધી એક પ્રાચીન ઇતિહાસ આપ સાંભળેા, ચાવડાવશમાં ઉત્પન્ન થયેલા શ્રીવનરાજભૂપતિને નાગેદ્રગચ્છરૂપી પૃથ્વીને ઉદ્ધાર કરવામાં શ્રીઆદિવરાહની ઉપમાને વહન કરતા શ્રીમદ્દ દેવચંદ્રસૂરિએ પાળા પાપીને મ્હોટા કર્યા હતા, શ્રીશીલગુસૂરિએ મ્હોટા કર્યા હતા એમ પણ કેટલાક વિદ્વાના કહે છે. વળી તે સુરિ પચાશ્રય નામે સ્થાનમાં રહેલા ચૈત્યમાં રહેતા હતા. તેમણે આ નગરમાં વસાવીને અહીંયાં હેમને નવીન રાજ્ય આપ્યું. અને ત્યાં સૂરિશ્રીએ વનરાજવિહાર એવા નવા ચૈત્યની સ્થાપના કરી. વનરાજે પણ પાતે કૃતજ્ઞ હોવાથી તે ગુરૂ મહારાજા બહુ સત્કાર કર્યાં, અને ત્યાં સસથે મળીને નરેંદ્રની સાક્ષીએ વ્યવસ્થા કરી કે ચૈત્ય વાસી યતિઓને જે સમત હેાય તે મુનિ અહીંયાં વાસ કરે, જેથી સંપ્રદાયના વિભેદ વડે ચૈત્યગચ્છની લઘુતા થાય નહીં, તેમજ તેમને જેએ અસમત હાય તેવા મુનિઓએ આ નગરમાં રહેવું નહીં. આ પ્રમાણે પ્રાચીન રાજાઓની વ્યવસ્થા પાશ્ચાત્ય રાજાએએ માન્ય કરવી જોઇએ, હે રાજન્? આવી અમ્હારી વ્યવસ્થા અનુક્રમે ચાલી આવેછે,એમછતાં આપની જેવી આના હોય તે પ્રમાણે વર્તવા અમે તૈયાર છીએ.રાજાએ કહ્યું. પ્રાચીન રાજાએ ના સદાચારને અન્હે સારી રીતે માનીએ છીએ અને તે પ્રમાણે પાળીએ છીએ. પરંતુ ગુણી પુરૂષનુ અપમાન તે અમ્હારાથી નહી થઇ શકે, કારણ કે તમ્હારા સરખા સદાચારી મહાત્માઅેની આશિષ વડે રાજાઓને અભ્યુદય થાય છે. આ રાજ્ય પણ તમ્હારૂં છે એમાં કઇ સ ંદેહ નથી. પરંતુ અમ્હારા આગ્રહથી આ મુનિરાજોના નિવાસ આ નગરની અંદર તમે માન્ય કરે, એ પ્રમાણે નરેદ્રનુ વચન સાંભળી તે લેાકાએ તે પ્રમાણે કબુલ કર્યું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
""