________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭
નામે રાજા હતો. તેમજ નીતિજ્ઞાનનું શિક્ષણ આપવાથી બહસ્પતિને પણ ઉપાધ્યાય શ્રી સોમેશ્વરદેવનામે પુરોહિત તેમાં રહેતો હતો. તેના ત્યાં બંનેસ્વરૂપધારી જાણે સૂર્યપુત્ર હોયને શું ? તેમ તેઓ ગયા. તેના ગૃહદ્વારમાંરહીને તેઓ સંકેત સહિત વેદોચ્ચાર કરવા લાગ્યાતેમજ બ્રહ્મ, પિતૃ અને દેવતીર્થનું પ્રતિપાદન કરવા લાગ્યા. અને ચારે વેદોનાં રહ
નું અતિ શુદ્ધિપૂર્વક વ્યાખ્યાન કરતા તેમને સાંભળ્યા. તે સમયે સોમેશ્વરદેવ દેવકામાં બેઠેલો હતો. પરંતુ તેમના વેદોચ્ચારના ધ્વનિમાં નિમગ્ન થયું છે ચિત્ત જેનું એવો તે પુરોહિત ખંભિત થઇ ગયો અને સર્વ ઈદ્રિયોની વૃત્તિને એક શ્રવણેદિયમાંજ તેણે લાવી મૂકી. બાદ તેમના દર્શનની ઈચ્છા ધરાવતા તે પુરોહિતે પોતાના બંધુને મોકલી વચનામૃત વડે બહુ પુષ્ટિકરી તેમને અંદર બોલાવરાવ્યા. પોતાની પાસમાં આવેલાતેમને જોઈ તે વિચારકરવા લાગ્યો, કે બેસ્વરૂપ ધારણ કરી શું આ બ્રહ્મા આવ્યાહશે ? પશ્ચાત એકબીજાનાં પરસ્પર દર્શન થયાબાદ પુરોહિતે બહુ માનપૂર્વક તેમને ભદ્રાસનાદિક ઉત્તમ પ્રકારનાં આસન આપ્યાં. બંને આચાર્યો તે આસનોનો ત્યાગ કરી પોતાના શુદ્ધકંબલના આસનઉપર બેઠા પછી વેદોપનિષદનું તથા જેનતત્ત્વસિદ્ધાંતોનું વચનોવડે સામ્યપણું પ્રગટ કરીને તેમણે તે સમયે એક આશીર્વાદ આપે. अपाणिपादो ह्यमनोगृहीता, पश्यत्यचक्षुः सशणोत्यकर्णः । स वेत्ति विश्वं नहि तस्य वेत्ता, शिवोहरूपः स जिनोऽवताः॥
અર્થ–હાથ, પગ અને મનને સંબંધ જે ઘરાવતા નથી છતાં પણ તે વસ્તુને ગ્રહણ કરે છે. તેમજ ચક્ષુવિના છે છતાં પણ નિરીક્ષણ કરે છે, કર્ણહીન છતાતે શ્રવણ કરે છે, વળી તે વિશ્વને જાણે છે પરંતુ તેને વત્તા કેઇનથી એવા રૂપરહિત શિવ તથા તે શ્રીજીનપરમાત્મા તમ્હારું સંરક્ષણ કરે.” એમ આશીર્વાદ આપ્યા બાદ તેમણે કહ્યું કે આ શ્લોકની અંદર વર્ણવેલા શિવ અને શ્રી જીનપરમાત્માને અમે સ્વીકાર કરીએ છીએ. તે સાંભળી પુરોહિતે પૂછ્યું આપ કયાં ઉતર્યા છો ? જવાબમાં
For Private And Personal Use Only