________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્યો હતો, કદાચિત મેઘની ઉપમાને વહન કરતા તે સૂરિ તત્વ વચનરૂપ ધારાઓ વડે વર્ષતા અને આ લોક્ના ઉદ્ધાર માટે વિહાર કરતા ધારાનગરીમાં પધાર્યા. બાદ તેમનું આગમન સાંભળી લક્ષ્મીપતિ શેઠ, પ્રદ્યુમ્ર અને શાંત નામે પોતાના પુત્રો સહિત શ્રદ્ધાયુક્ત લક્ષ્મીધરની માફક બંને વિપ્રસુતને સાથે લઈ ગુરૂને વંદન કરવા માટે ગયા. સર્વ અભિગમ પૂર્વક લક્ષ્મીપતિ શેઠ ગુરૂશ્રીને પ્રણામ કરી નીચે બેઠા. બંને બાળકો પણ હાથજોડી વિનયપૂર્વક ગુરૂશ્રીની આગળ બેસી ગયા. બાદ ઉત્તમ પ્રકારના લક્ષણેથી વિભૂષિત એવી બંનેની મૂર્તિ જોઇને ગુરૂ પિતાના મનમાં વિચાર કરવા લાગ્યા. એમના શરીરની આકૃતિ જરૂર સ્વપરને જીતનારી છે. વળી પૂર્વભવના સંબંધવાળા હોય ને શું ? તેમ એક દૃષ્ટિથી ગુરૂના મુખારવિંદનું અવલોકન કરતા તે બંને બાળકોને ચારિત્રવ્રતને લાયક જાણે તેમણે દીક્ષા આપી. ત્યારબાદ મહાવ્રતના ભારને વહન કરવામાં ધુરંધર અને ઉગ્રતપસ્વી એવા બંનેને ચાહન પૂર્વક સિદ્ધાંતનો અભ્યાસકરાવ્યો. પશ્ચાત તેમની યોગ્યતા જાણુ ગુરૂશ્રીએ તે બંનેને આચાર્યપદવી આપી. કારણકે “સિદ્ધવાસ સૌરભ્યાસને પ્રાપ્ત થવાશિવાય રહેતો નથી.” બાદ તેઓ પ્રથમ શ્રીજીનેશ્વર અને બીજા શ્રીબુદ્ધિસાગર એવાનામથી પ્રસિદ્ધથયા. તે સમયે શ્રી વર્ધમાનસૂરિએ તેમને વિહારને માટે આજ્ઞા આપી અને વિશેષમાં તેમણે કહ્યું કે શ્રીપાટણનગરમાં ચૈત્યવાસીઓનું બહુબળ છે જેથી તેઓ સુવિહિત મુનિઓને ત્યાં રહેવા માટે નિવાસસ્થાન આપતા નથી અને બહુવિઘ્નકરે છે. માટે તમે ત્યાં જાઓ અને પોતાની શક્તિ વડે તેમજબુદ્ધિબલવડે તેવિનનેદરકરે.કારણકે હાલના સમયમાં મહારાજેવાકેાઈબુદ્ધિશાલી નથી. એપ્રમાણે ગુરૂની આજ્ઞાને સ્વીકાર કરી ત્યાંથી તેઓનીકળ્યાઅને અનુક્રમે ગુર્જરભૂમિમાં ધીમેધીમે વિહારકરતા શ્રીપાટણનગરમાં બહુ હર્ષથી તેમણે પ્રવેશ. સદ્દગીતાર્થના પરિવારસહિત તેઓ સમસ્તનગરમાં દરેક ઘરે ફરીવળ્યા. પરંતુ વિશુદ્ધઉપાશ્રય મળ્યોનહીં. પછી તેમને ગુરૂનાં વચન સ્મરણગોચરથયાં. હવે તે નગરમાં શ્રીમાન દુર્લભરાજ
For Private And Personal Use Only