________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અસ્ફારાથી થઈ શકે તેમ નથી, પરંતુ આપને તે લેખ આપને યથાક્ષર કહી સંભળાવીશું. એ પ્રમાણે તેમનું વાક્ય સાંભળી શેઠ બહુ પ્રમુદિત થઈ ગયા અને પિતાની આગળ તે બંનેને ઉત્તમ આસન ઉપર બેસાર્યા. “દરેક માણસ પોતાના સ્વાર્થ સાધકનો સર્વથા સત્કાર કરે છે.” બાદ તેઓએ આઘથી આરંભીને વર્ષ, માસ, તિથિ, વાર અને નક્ષત્ર સહિત વર્ણ જાતિ નામ અને મૂલ દ્રવ્યની સંખ્યામાં વૃદ્ધિકારક તે લેખ પોતાના નામની વ્યાખ્યાની માફક બુદ્ધિબલથી ખટિકા (ખડી) વડે લખી નાખ્યો. પછી શ્રેષ્ઠીએ પત્રો ઉપર તે લેખ ઉતારી લીધો અને તે વિચાર કરવા લાગ્યો કે અહો ? કઈ આ બે બ્રાહ્મણ હારી દયાની ખાતર અહીં આવ્યા અને જેઓએ મરણ માત્રવડે પત્રની અપેક્ષા શિવાય સંપૂર્ણ લેખની આબાદી કરી આપી અને આ અગાધ કષ્ટમાંથી હારો ઉદ્ધાર કર્યો. ત્યારબાદ તે શ્રેષ્ઠીએ ઉત્તમ ભોજન અને વસ્ત્રાદિકથી બહુ આદરપૂર્વક સત્કાર કરી પોતાના ઘેર તે બંનેને રાખ્યા અને હિતવેદી એવો તે પોતાના મનમાં સમજ્યો કે આ બાલકે જીતેંદ્રિય છે, સ્વભાવથી બહુ શાંત છે. માટે એમને હારા ગુરૂની પાસે મૂકવા જેવા છે અને જે આ બંને શિષ્યો થાય તો જરૂર સંઘને દીપાવનારા થાય. એમ જાણી બંનેની તે શ્રેષ્ઠી બહુ સારવાર કરવા લાગ્યો. હવે સપાદલક્ષ નામે દેશની અંદર, શત્રુ સમુદાયના મુખ ઉપર મશીને કૂર્ચ (કુચો) ફેરવવાને સમર્થ ફૂપુર નામે નગર છે. જેની અંદર, પૃથ્વીને પાલન કરવામાં અત્યંત શક્તિમાન અને અલનરેંદ્રનો પુત્ર શ્રીમાન ભુવનપાલ નામે યથાર્થ નામધારી પ્રસિદ્ધપણે રાજ્ય કરે છે. તે નગરીમાં પ્રશમની સંપદાઓવડે વૃદ્ધિ પામતા છે ગુણોધ જેનો અને સંસારના પારગામી શ્રી વર્ધમાન નામે આચાર્ય હતા, જેમણે સિદ્ધાંતના અભ્યાસથી સંસારનું સત્ય સ્વરૂપ જાણીને ચોરાશી ચૈત્યોનો ત્યાગ
૧ પશ્ચિમે ચંબથી પૂર્વ પશ્ચિમ નેપાળ સુધીનો ડુંગરી પ્રદેશ. એમાં સવા લાખ ટેકરીઓ છે. એમ ધારવામાં આવતું તેથી એ નામ પડયું છે. હાલ એ નામ શિવાલિટેકરીને જ લાગુ પડે છે.
For Private And Personal Use Only