________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુર્દશપરિચ્છેદ
૪૬૯ એવા પૂર્વભવના વલ્લભ સાથે જોડાણ સુચનાપૂર્વભવના અભ્યાસથી સુબંધુનીભાર્યાથઈ, પરંતુ તે સુબંધુતેણના પૂ
ભવને સ્વામીનથી, એપ્રમાણે તેમના દિવસે બહુ આનંદ સાથે વ્યતીત થતાહતા. અન્યદા કનકરથકુમાર પોતાના સુભટમંડલ સહિત
અશ્વકીડાકરવા માટે ઘોડેસ્વારથઈ રાજકનકરથકુમાર, માર્ગમાં ચાલતા હતા, તેટલામાં નગ
રની યુવતીઓ પોતપોતાની હવેલીએ ઉપર ચઢીને રાજમાર્ગ નીકળતા કુમારનેવાલાગી. અનેક વિલાસને આધારભૂતઅનેરૂપમાં કામદેવસમાન એવા તે કુમારને જોઈ કેઈકયુવતી વિચાર કરવા લાગી કે જેને આપતિ હશે તે પ્રમદાજ આદુનીયામાંપુણ્યવંતીઅને કૃતાર્થગણાય.વળીકુમારને જોવામાં લીન થયું ચિત્તજેણીનું ત્યાગકર્યા છેઅન્ય વ્યાપારજેણુંએ અને નિષ્પદ છે નેત્ર જેનાં એવી કઈક સ્ત્રી સુરવધૂની લીલાને વહન કરવા લાગી, જેણીના હાથમાં મુક્તાફલસુંદરહાર રહેલો છે એવી કોઈક સ્ત્રી, સ્ફટિકાક્ષની માળાને હસ્તમાં ધારણકરી ધ્યાનમાં રહેલી ગિનીની માફક શોભે છે. કૌતુકને લીધે બહુવેગમાં આવીગયેલી અને વૃદ્ધજનેની શંકાનેલીધે નિવૃત્ત થયેલી કોઈક યુવતીકુમારના નિર્ગમનમાં હિંડોલે આરૂઢથયેલીની માફિક શોભે છે. લીલાવડે ચંચલ છે નેત્રે જેનાં એવા કુમારને જોઈ નિઃશ્વાસ મૂક્તી અને કામદેવના બાવડે વિંધાયાં છે અંગ જેનાં એવી હોય ને શું? તેમ કોઈક યુવતીને જાણીને ચતુર સખીઓ હેને જોયાકરે છે. વળી કઈક યુવતી પોતાનાબાળકને ચુંબન કરે છે.અન્યાયુવતી પોતાની સખીનાકંઠનું આલિંગનકરે છે,કોઈક યુવતી ગાયનકરે છે, કેઈક ઉચ્ચસ્વરે ઉલ્લાપકરે છે. વળી લીલાવડે
For Private And Personal Use Only