________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'૪૩૦
સુરસુંદરીચરિત્ર. ચિંતાતે જીવતા પ્રાણીને પણ બાળે છે. અર્થાત્ પ્રાણુઓના રૂધિરને શેષલે છે.એમ સમજીને હસખી? હતું ખેદ કરીશ નહીં અને કેઈ કારણને લીધે હારા સ્વામી ત્યાં રોકાયા હશે. જેથી તે દ્વીપમાં જલદી તે આવી શક્યા નહીં. એમ કેટલાંક પ્રિયવચનેવડે તેણુએ સુરસુંદરીને શાંત કરી એટલે તે શોકનું વાતાવરણ દૂર કરીને આનંદમય થઈ વર્તાવા લાગી. બાદ હંસિકા કમલાવતી દેવીની પાસે ગઈ અને આ સર્વ હકીકત તેણુએ તેને નિવેદન કરી. પછી કમલાવતીએ પણ રાજાની આગળ જઈ યથાસ્થિત આ સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યું. સુરસુંદરી પોતાની ફેઈને ત્યાં આનંદપૂર્વક રહે છે. સ
મસ્ત અંતેઉરની સ્ત્રીઓ સુરસુંદરી ધનદેવનું આગમન. ના સહવાસને લઈ બહુ આનંદ માનવા
લાગી. એમસુખ સમાધિથી તેણીના કેટલાક દિવસે નિર્ગમન થયા, તેવામાં કોઈ એક દિવસ અંદરની સભામાં અમરકેતુરાજા પોતાના કેટલાક પુરૂ, કમલાવતી દેવી અને સુરસુંદરી સહિત બેઠે હતો, તેટલામાં દ્વા૨૫ાલની અનુજ્ઞાથી રાજાને બહુજપ્રિય અને જેના હસ્તમાં અમૂલ્ય મતીઓનો થાળ રહેલ હતો એવો ધનદેવ વણિક ત્યાં આવ્યા અને પ્રણામ કરી રાજાની આગળ તે બેઠે. બાદ તેણે મૌક્તિકથી ભરેલા સ્થાલની ભેટ કરી, પછી રાજા સંભ્રાંતની માફક એકદમ ઉતાવળથી બે . હે ધનદેવ! તું સિંહલદ્વીપમાં ગયો હતો. છતાં જલદી પાછો કેમ આવ્યો? શું વ્હાણુની બાબતમાં કેઈજાતનું વિધ્ર તે નથી થયું? કારણકે, હને અહીંથી ગયે એક માસ જ થયેલો છે. વળી તે સિંહલદ્વીપ બહંદૂર છે, ત્યાં પહોંચતાં પણ ઘણું દિવસે થાય છે. છતાં તું જલદી
For Private And Personal Use Only