________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧
નહીં. ત્યારપછી શ્રીઉદ્યોતનસૂરિને શુદ્ધ ક્રિયા પાત્ર સાંભળી તેમની પાસે તે ગયા અને તેમનાજ શિષ્ય થયા, અનુક્રમે તેમની ધાર્મિક સંપત્તિઓ તેમણે ગ્રહણ કરી, બાદ શ્રીગુરૂએ ગાદિક ક્રિયાઓ વહન કરાવીને સર્વ સિદ્ધાંતોનો અભ્યાસ કરાવ્યું. અનુક્રમે યોગ્યતા જાણી તેમને આચાર્યપદ આપ્યું. બાદ ગચ્છની વૃદ્ધાદિકનો લાભ જાણી ગુરૂએ તેમને ઉત્તરાખંડમાં વિહાર કરવાની આજ્ઞા આપી. પછી શ્રી વર્ધમાન આચાર્ય પણ ગુરૂની આજ્ઞા સ્વીકારી ત્યાં ગયા; તેમજ શ્રીઉદ્યોતનસૂરિની પાટે શ્રીવર્ધમાનસૂરિ થયા, તેઓએ છ માસ સુધી આચાન્સ તપ કરી ધરણેન્દ્રની સમારાધના કરીને હેને સીમંધરસ્વામી પાસે મોકલ્યો અને સૂરિ મંત્રને શુદ્ધ કરાવ્યો, બાદ તેઓ એક દિવસ વિહાર કરતા સરસ નામે નગરમાં આવ્યા, તે અવસરે.......અહીંથી આગળ સોમ બ્રાહ્મણનો ઈતિહાસ પટ્ટાવલી ગ્રંથના અનુસાર આગળ ઉપર કહેવામાં આવશે તેથી અહીં લખવો અનુચિત છે.”
તેમજ “વળી શ્રીવર્ધમાનસૂરિએ તેર છત્રધર રાજાઓનું માન ઉતારનાર ચંદ્રાવતી નગરીના સંસ્થાપક પિરવાડ જ્ઞાતિના શ્રીવિમલમંત્રીને પ્રતિબોધ આપી શ્રીઅબુદાચલ (આબુ)માં વિછિન થયેલા જૈન તીર્થની પુનઃ પ્રવૃત્તિ કરવા માટે ઉપદેશ આપ્યો હતો. પરંતુ ત્યાં રહેલા બ્રાહ્મણોએ કહ્યું કે આ તીર્થ અમહારું છે, અહીંયાં જૈન મંદિર નહી થાય, ત્યારબાદ ગુરૂશ્રીએ પુષ્પમાલા મંત્રી વિમલમંત્રીને આપી પશ્ચાત તેમણે કહ્યું કે હે મંત્રિન ? બ્રાહ્મણની કન્યાના હસ્તમાં આ પુષ્પમાલા આપીને બ્રાહ્મણોની આગળ ત્યારે કહેવું કે આ પર્વતની અંદર આ માલા જે સ્થલમાં પડે તે ઠેકાણે અહારું તીર્થ જાણવું. એ પ્રમાણે ગુરૂનું વચન સાંભળી મંત્રીએ તે પ્રમાણે કર્યું. જ્યાં આગળ તે પુષ્પમાળા પડી ગઈ ત્યાં કલશ, ઝલ્લરી આદિક પૂજાનાં ઉપકરણ સહિત ત્રણ પ્રતિમાઓ પ્રગટ થઈ, તેઓમાં એક વામી શ્રીઆદિનાથ ભગવાનની પ્રતિમા, બીજી અંબિકાની મૂર્તિ અને ત્રીજી વાલીનાથ ક્ષેત્રપાલની મૂતિ, હવે એ પ્રમાણે સિદ્ધ કાર્ય થયું છતાં
For Private And Personal Use Only