________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦
ઓના શિષ્ય હતા એમ મળીને ચોરાશી ગ૭ થયા એ પ્રમાણે વૃદ્ધવાદ છે.
અલકઉપાધ્યાય (શ્રીઉદ્યોતનસૂરિ)ને પટ્ટધર શિષ્ય શ્રીવર્ધમાનસૂરિ બતાવ્યા છે, વળી સમસ્ત તપાગચ્છની પટ્ટાવલીઓમાં દરેક ઠેકાણે શ્રીઉદ્યોતનસૂરિની પાટે સર્વદેવસૂરિનો અધિકાર કહે છે. તે યોગ્ય છે. કારણકે તેઓ તપાગચ્છના નાયક છે માટે તેમનું વૃત્તાંત લખવું ઉચિત છે. તેમજ દરેક ખરતરગચ્છની પટ્ટાવલીઓમાં ઉદ્યોતનસૂરિની પશ્ચાત્ વર્ધમાનસૂરિના વૃત્તાંતનો જ ઉલ્લેખ કર્યો છે, તે પણ ન્યાપ્ય છે, કારણકે તેઓ ખરતરગચ્છના અધિપતિ છે. હવે ખરતરગચ્છની પટ્ટાવલીમાં શ્રી વર્ધમાનસૂરિનું કિંચિત્ વૃત્તાંત કોઈક ભાગમાં લખેલું છે. તદ્યથા–અંભેહર દેશની અંદર સ્થવિરમંડલીમાં વૃદ્ધ ગણાતા શ્રીજીનચંદ્રાચાર્ય ચૈત્યવાસી હતા. ચોરાશી ચૈત્યોના તેઓ ભોક્તા હતા એમ અન્યત્ર પણ તેમની પ્રસિદ્ધિ છે. તેમના શિષ્ય શ્રીવર્ધમાનસૂરિ હતા. જેમણે ક્રમવાર ત્યવાસનો ત્યાગ કર્યો હતો. તે વૃત્તાંત પ્રભાવક ચરિત્રના કર્તાએ એક લોકવડે સ્તુતિ કરતાં જણાવ્યું છે કે –
चतुर्भिरधिकाशीति-श्चैत्यानां येन तत्यजे । सिद्धान्ताभ्यासतःसत्य-तत्त्वं विज्ञाय संसृतेः ॥
અર્થ–જે વર્ધમાનસૂરિએ સિદ્ધાંત ગ્રંથોનો ઘણો અભ્યાસ કર્યો, જેથી તેમણે સંસારનું સત્ય સ્વરૂપ જાણીને ચોરાશી ચેત્યોના વાસને ત્યાગ કર્યો હતો. હવે તે વર્ધમાનસૂરિ પોતાના ગુરૂ પાસે સિદ્ધાંતની અવગાહના કરતા હતા. તેવામાં ચોરાશી આફતનાઓને અધિકાર આવ્યો, એટલે તેમણે ગુરૂને કહ્યું કે હે સ્વામિન? ચત્યમાં રહેવાથી આપણને આશાતના ટળતી નથી, માટે આ વ્યવહાર હુને રૂચતો નથી, એ પ્રમાણે શિષ્યનું વચન સાંભળી ગુરૂએ જેમ તેમ પ્રતારણ કરી સમજાવ્યો તોપણ આ સુરિ પોતાની શ્રદ્ધાથી ભ્રષ્ટ થયા
For Private And Personal Use Only