________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯
ટેલીગ્રામના સીમાડામાં રહેલા એક વિશાલ વડની નીચે તેઓ બેઠા અને પિતાના કુલના ઉદયને માટે ઘણું જ ઉત્તમ મુદત જાણીને તે સમયે તેમણે આઠ આચાર્યોની સ્થાપના કરી. કેટલાક કહે છે કે એકની સ્થાપના કરી. ત્યારથી પ્રારંભીને વૃદ્ધગણ અથવા વટગ૭ એવી સંજ્ઞા પ્રગટ થઈ છે. વળી તે વટગચ્છમાં પ્રથમ શ્રીસર્વદેવ મુનીંદ્ર થયા છે. તેમજ ખરતર ગ૭ની સમાચારીમાં જણાવ્યું છે કેશ્રી નેમિચંદ્રસૂરિના પટ્ટધર આ સૂરીશ્વર શત્રુંજય તીર્થની યાત્રા માટે માલવ દેશમાંથી વિહાર કરતા છતા ચોરાશી ગચ્છના ઉત્પાદક અને પિતાના શિષ્ય થયેલા એવા આચાર્યોને વિશેષ પ્રકારની મંત્ર શક્તિવડે સમર્થ કર્યા બાદ પોતાનું સ્વલ્પ આયુષ જાણુંને માર્ગમાંજ અનશન કરી સ્વર્ગ સ્થાનમાં પધાર્યા. વળી ખરતર ગચ્છની પદાવલીમાં કહ્યું છે કે–શ્રી ઉદ્યતન સૂરિ વ્યાશી શિષ્યના પરિવાર સહિત યાત્રામાટે સંધની સાથે માલવ દેશમાંથી શ્રીશજય ગિરિરાજ ઉપર ગયા. ત્યાં શ્રી ઋષભદેવ ભગવાનને વંદન કરી પાછા વળત રાત્રીએ સિદ્ધવડની નીચે રહ્યા. મધ્ય રાત્રીનો સમય થયો એટલે ત્યાં આકાશમાં રોહિણી નક્ષત્રના શકટ (ગાડા)ની અંદર બૃહસ્પતિને પ્રવેશ જોઈ ગુરૂએ કહ્યું હાલમાં એવો સમય ચાલે છે કે જેના મસ્તક ઉપર હસ્ત મૂકવામાં આવે તે બહુ પ્રસિદ્ધ થાય એ પ્રમાણે ગુરૂશ્રીનું વચન સાંભળી વ્યાશીએ શિષ્યો બોલ્યા, હે સ્વામિન ! અહે આપના શિષ્ય છીએ. આપ અહારા વિદ્યાગુરૂ છે, માટે અમારી ઉપર કૃપા કરી હસ્ત મૂકો. બાદ ગુરૂ બેલ્યા, વાસચૂર્ણ લાવો. તે સમયે તે શિષ્યોએ કાઇ છગણાદિકનું ચૂર્ણ બનાવી ગુરૂશ્રીને લાવી આપ્યું. ગુરૂએ પણ તે ચૂર્ણને મંત્રી વ્યાશી મુનિઓના મસ્તક ઉપર નાખ્યું. ત્યારબાદ પ્રભાત સમયમાં શ્રીગુરૂએ પોતાનું સ્વલ્પ આયુષ્ય જાણીને ત્યાં જ અનશન ગ્રહણ કર્યું અને તે સ્વર્ગવાસી થયા. પછી તે વ્યાશીએ શિષ્યો આચાર્યપદ પામીને પૃથક પૃથક વિહાર કરવા લાગ્યા. હવે વર્ધમાનસૂરિ નામે એક તેમના શિષ્ય હતા અને ત્યાથી અન્ય મુનિ
For Private And Personal Use Only