________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એકાદશરિચ્છેદ. પ્રાણીઓને આવા પ્રકારનાં અનેક આવી પડે છે, એમાં કંઈપણ આશ્ચર્યનથી, વળી હસુભ? પૂર્વભવમાં જે કંઈ હેં અશુભ કર્મ કર્યું હશે. તેના પરિણામથી આ દારૂણદુઃખમાં તું આવીયડી છે. માટે અન્યભવમાં ઉપાર્જન કરેલા દુઃખની પ્રાપ્તિ થવાથી શેક કરે શાકામને? અથવા શરીરને દુઃખદાયક એવા આ વિલાપ કરવાથી શું વળે? હેસુતનુ? હવેત્યારે શેકાતુર થવાની કંઈ જરૂર નથી. અહીંથી આપણે આશ્રમ બહુ નજીકમાં છે અને વૃક્ષાદિકની છાયાને લીધે તે બહુ રમણીય છે. ત્યાંનું ચાલ; હારે રહેવા માટે તે સ્થાન બહુ લાયક છે, વળી અહીં બહઠંડા પવનવાય છે. વળી ત્યારે હાલમાં પ્રસવ થયેલ છે. તેમજ હારૂં શરીર૫ણ અતિશય સુકમલ છે. માટે અહીં રહેવાથી હને કંઈપણ ઈજા થાયતે ઠીક નહીં. એમકહી તેતાપસી મહને સુંદર એવા પોતાના આશ્રમમાં લઈ ગઈ. પછી પોપકારમાં રસિક એવી તે તાપસી એ સારી રીતે હારી બરદાસકરી. અનુક્રમે તાપસીએ કરેલા ઉપચારથી દિવસે દિવસેમ્હારૂં
શરીર કંઈક સુધરવા લાગ્યું. પછી એક લપતિનેઉપદેશ, દિવસ તે તાપસી મહને કુલપતિ–આશ્ર
મનાઅધિપતિની પાસેલગાઈ. પ્રણામ કરીયેગ્યસ્થાને હું બેસી ગઈ, બાદતાપસીએ પૂર્વોક્ત હારીસર્વ વાર્તા કુલપતિની આગળ નિવેદનકરી. પછી કૃપાલુ એવાતે કુલપતિ મધુરવચનેવડે મહને કહેવા લાગ્યા, હેવન્સે? સર્વ સુખનું કારણભૂત અને પરલોકમાં બંધુસમાન એવાધર્મની નહીંઆરાધના કરવાથી આ સંસારમાં પ્રાણીઓને આદુઃખેસુલભ થાય છે. માટે લોકાંતરના સુખનેમાટે ધર્મસાધન અવશ્યકરવું જોઈએ. જેથી આવાં દુઃખને સમય આવે નહીં. અન્યત્રપણુકહ્યું છેકે;
For Private And Personal Use Only