________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૬
લોર્ડ *
* *
સુરસુંદરીચરિત્ર.
अथदशमपरिच्छेदः પુત્રને જન્મ થયાબાદ પ્રસૂતિકર્મમાં કુશલ એવી કેટ
લીક સ્ત્રીઓ ત્યાં શ્રીકાંતાની પાસમાં પ્રસૂતિકર્મ. હાજર હતી. તેઓ સર્વપ્રસૂતિનું કામ
કરવા લાગી ગઈ. બહુ હર્ષને લીધે પિતાના ઘરની દાસીઓ તત્કાલ ઉચિતકાર્ય કરવામાં ઉતાવળ કરવાલાગી. પુત્રના જન્મથી સર્વ પરિજન આનંદમય થઈગયો. બાદ પ્રમુદિત થયેલા પરિજને ધનધર્મ શ્રેષ્ઠીને ઉત્કૃષ્ટ પુત્રજન્મની વધાઈ આપી. તે સાંભળી શ્રેષ્ઠીનું હૃદય આનંદમાંગરક થઈગયું. બાદતેણે પોતાના ઉમંગથી વધામણીને પ્રારંભ કર્યો. હસ્તમાં અક્ષતના થાળલઈ નગરની સ્ત્રીઓનાં ટોળેટોળાં ઉપરા. ઉપરી આવવા લાગ્યાં. જેની રમણીયતા અત્યંત દીપવા લાગી. તેમજ રમણુજનેના મુખનેશણગારવામાં પોતાના બંધુઓની ઉત્તમ સ્ત્રીઓ ઉઘુક્ત થયેલી છે. ઉત્તમ પ્રકારના દ્વારભાગમાં વંદનમાલાથી સુશોભિત એવા ઉજવલ કળશ સ્થાપન કરેલા છે. દરેકના હસ્તમાં મંગલ કલશધારણ કરેલા છે એવી પ્રમદાના મધુર શબ્દ માર્ગમાં સંભળાવાલાગ્યા. અવ્યક્ત શબ્દવડે ભરપૂર એવાં પાપકુલના મંગલમાટે સંગીત સહિત ઉત્તમ નાટકીયાઓ નૃત્ય કરી રહ્યા છે. વળી તે પ્રેક્ષણક જેવામાં તલ્લીન થયેલા લોકોને પાનસોપારી આપવામાં આવે છે. તે તેમજ બહુ હર્ષને લીધે ધનધર્મશ્રેષ્ઠીએ જીવહિંસાને
બંધ કરવા માટે અમારી પટહ વગડાઅમારી . ઘણું બંદીજનેને બંદીખાનામાંથી ઘોષણા મુક્ત કરાવ્યા દીન અનાથાદિકને સુખ
દાયક એવાં અનેક પ્રકારનાં દાન આપવા
For Private And Personal Use Only