________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૦
સુરસુંદરીચરિત્ર. હાલમાં આપણે વૈતાઢયપર્વતમાં જાઈએ, અને ત્યાં સિદ્ધકૂટ શિખરઉપર શાશ્વત એવી શ્રીજીનેંદ્રભગવાનની પ્રતિમા એને અઠ્ઠાઈમહોત્સવ કરીને, ધરણેની અભ્યર્થના કરી તેની પાસેથી વિદ્યાધરોની સર્વવિદ્યાઓ હું હને અપાવીશ. પછી હું હારા સ્થાનમાં જઈશ. એ પ્રમાણે દેવનું વચન સાંભળી તે વિદ્યાધર પોતાના પરમ ઉપકારી એવા તે દેવના ચરણયુગલમાં પ્રણામ કરી બેત્યેકે; હે સુરવર ? આપની મહેાટી મહેરબાની, આપનું વચન મહારે સર્વથા માન્ય છે. સુપ્રતિષ્ઠ બેલ્યો. હે ધનદેવ ? એ પ્રમાણે દેવનું વચન
માન્ય કરી તે વિદ્યારે બહુ માનપૂર્વક સુપ્રતિષને હારી સાથે સંભાષણ કર્યાબાદ, બહુ મણિપ્રાપ્તિ, આનંદ સાથે તેણે આ મણું હુને
આપ્યો. ત્યારબાદ તે વિદ્યાધર પોતાની સ્ત્રી તથા તે દેવેસહિત આકાશમાર્ગે ચાલ્યો ગયો. પછી હું પણ તરતજ ત્યાંથી મહારા સ્થાનમાં આવ્યું. માટે હેધનદેવ? આ. દીવ્યમણું મહને જે ક્રમથી મળ્યા હતા તે સર્વહકીકત મહેં ન્હને નિવેદન કરી. વળી આ દીવ્યમણિનો પ્રભાવ બહુ અલોકિક છે. તેમજ બહુપુણ્યશાળીને જ આ મણું મળી શકે છે. હેમહાભાગ! હદયને આનંદ આપનાર આ અદ્ભુત પ્રભાવવાળે મણિ દેવલોકમાં ઉત્પન્ન થયેલ છે, તેથી આ મણું સમગ્ર દેને નિવારવામાં ચિંતામણી સમાન છે અને વિશેષે કરીને સર્વપ્રકારના વિષસમૂહને તે શાંત કરે છે. માટે હેમહાશય ધનદેવ? આ દિવ્યમણિને તું સ્વીકારક? સમગ્રગણે આ મણિમાં રહેલા છે એમ જાણી હું હને બહુ આગ્રહકરૂ છું. હવે બહુ કહેવાથીશું? એ પ્રમાણે સુપ્રતિષ્ઠનું પ્રેમમય વચન
For Private And Personal Use Only