________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩e
છે. એમ બૃહત ટિપ્પણીમાં ઉલ્લેખ આપેલ છે. આ ધનેશ્વર સૂરિ સત્તા સમય પણ લગભગ વિક્રમ તેરસો શતાબ્દીમાં સંભવે છે. કારણ કે શ્રી ચંદ્રસૂરિએ વિક્રમ [૧૨૨૮] બારસો અઠ્ઠાવીશમાં પંચે પાંગ વૃત્તિ રચેલી છે. તેમજ નાગંદ્રગ૭માં શ્રી વાસુપૂજ્યચરિત્રનાકર્તા શ્રી વર્ધમાન સૂરિ હતા, તેમના પ્રગુરૂ ગુરૂના ગુરૂ અને ચંદ્રપ્રભ ચરિત્રના પ્રણેતા દેવેંદ્રાચાર્યના ગુરૂ પણ છઠ્ઠા ધનેશ્વર સુરિ થયા છે. તે પોતે પ્રથકારજ ચંદ્રપ્રભાચરિત્રની પ્રાપ્તિમાં કહે છે કે
श्रीधनेश्वरपदे मूरि-देवेन्द्राख्यः स्वभक्तितः । पुण्याय चरितं चक्र, श्रीमचन्द्रप्रभप्रभोः ॥२॥
અર્થ_શ્રીમદ્દ ધનેશ્વરસૂરિની પાટે શ્રી દેવેંદ્ર નામે સૂરિ થયા અને તેમણે પોતાની ભક્તિવડે અદષ્ટપુણ્યને માટે શ્રીમદ્દચંદ્રપ્રભ પ્રભુનું ચરિત્ર રચેલું છે.” તેમજ વાસુપૂજ્ય ચરિત્રની પ્રશસ્તિમાં પણ કહ્યું છે કે –
श्रीमान् धनेश्वरः मूरि-रथाऽजनि मुनिप्रभुः। रूपे वयसि च प्राप, जयपत्रं जनेषु यः ॥१॥
અર્થ–મુનિઓએ માનવાલાયક શ્રીમાન ધનેશ્વરસૂરિ ત્રીવર્ધમાન સ્વામીની પટ્ટપરંપરાએ થયા હતા, જેમણે આ જગતની અંદર રૂપ અને વયસમાં જયપત્ર મેળવ્યું હતું, આ ધનેશ્વરસૂરિનો પણ વિદ્યમાન સમય પૂર્વોક્ત આચાર્યનાસમાન તેરસના સૈકામાંજ હોવો જોઈએ.કારણ કે દેવેંદ્ર આચાર્યે વિક્રમ (૧ર૬૪)ની સાલમાં ચંદ્રપ્રભચરિત્ર રચેલું છે. વળી અહીં પંડિત હીરાલાલનું કહેવું એવું છે કે વાસુપૂજ્ય ચરિત્રના કર્તા વર્ધમાન સૂરિ વિક્રમ અગીયારસો (૧૧૦૦)માં થયા છે. પણ તે તેમનું મંતવ્ય અયોગ્ય છે. કારણકે ગ્રંથકર્તાએ પોતે પ્રશસ્તિમાં ઉપરોક્ત (૧૩૦૦) સમય એકશ્લોક આપીને નિર્ણિત કરેલ છે, તે લોક આગળ ઉપર દર્શાવવામાં આવશે. વર્ધમાન સૂરિએ વાસુપૂજ્ય ચરિત્ર રચેલું છે તેનો સમય વિક્રમ સંવત (૧૨૯૯)માં નિર્ણિત થયેલ છે. વળી તેજ ગ્રંથકારની પ્રશસ્તિમાં કહ્યું છે કે.
For Private And Personal Use Only