________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૧
અષ્ટમપરિચ્છેદ. જે દશ્ય વસ્તુ છે તેને દેખતનથી એટલું જ નહીં પરંતુ જે પદાર્થ વસ્તુગતનથી તેને દેખે છે. જેમકે, અશુચિથી ભરેલાં એવાં સ્ત્રીએનાં નેત્રાદિક અંગોમાં મેગ, કમલ, પૂણચંદ્ર, કલશ અને સુશોભિતએવી લતાઓને તથા પદ્ધને આરોપકરીને આનંદમાને છે.” આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે વિષયાસક્ત પુરૂનીસ્થિતિ ધર્મમાર્ગમાંથી પલટાઈ જાય છે. ત્યારબાદ કોઈએકદિવસ ભૂતલને પવિત્રકરતા, પરમ
કૃપાલુ શ્રીમાન સુધર્મમુનિરાજ ત્યાં સુધર્મમુનિનું વિજયવતીનગરીમાં વર્ષારાત્રના પ્રારંપુનરાગમન ભમાં પધાર્યા. પિતાની સાથે મુનિઓને
- પરિવાર બહુ વિસ્તારવાળે હતો. વર્ષકાલ નજીકમાં હોવાથી ચાતુર્માસની સ્થિતિ તેમની અહીં જ મુકરરહતી માટે મુનિઓએ ત્યાં સાર્થવાહની પાસે પોતાને રહેવા માટે મકાનની યાચનાકરી. ધનભૂતિ સાર્થવાહે પોતાની યાનશાલાઓની અંદર સુવિશુદ્ધસ્થાન તેમને આપ્યું. પતાના પરિજનસહિત સાર્થવાહ હમેશાં ગુરૂની પાસે આવે છે. સામાયિકાદિકવ્રતમાં રહીને વૈરાગ્યભાવથી નિરંતર પિતે જૈન સિદ્ધાંતને સાંભળે છે, હવે તે ધનભૂતિસાર્થવાહ પિતાના પુત્રધનવાહનને બહુ બહુ કહે છે કે, એકદિવસ તું ગુરૂનાં દર્શન કરવા તો ચાલ, ગુરૂમહારાજ કે ઉપદેશ આપે છે તેવું કંઈક સાંભળતેખરે? ઘરમાને ઘરમાં શું બેશી રહ્યો છે? એમ ઘણુંએ તેણે કહ્યું, પરંતુ પિતાની સ્ત્રીના પ્રેમમાં ગાઢઆસક્ત હોવાથી તે ધનવાહનગુરૂની પાસે કોઈ દિવસ વંદન માટે પણ જતનથી.
વિષયસેવનમાંજ રાત્રિદિવસને વ્યતીત કરતે, ધર્મ
For Private And Personal Use Only