________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૦
સુરસુંદરીચરિત્ર. ધનવાહનને અનુક્રમે તે કુમાર અવસ્થાને પાયે, વિમેહ, તેમજ તે સર્વકલાઓમાં પ્રવીણથ.
બાદ કેટલોક સમય વ્યતીત થતાં માતાપિતાની દેખરેખવડે કામિનીજનનાં હૃદયનેહરણકરવામાં સમર્થ એવાવનપણને તે ભાવવાલાગ્યું.પિતાએ પોતાના પુત્રની શારીરિક સંપત્તિ જોઈ તેના માટે રૂપ અને ગુણાદિક વૈભવવડે પરિપૂર્ણ એવી ઉત્તમકન્યાની ગોઠવણકરી. તે કન્યાનું નામ અનંગવતી છે. તેના પિતાનું નામ હરિદત્ત છે. તે દરેક શેઠીઆમાં પ્રધાનગણાય છે, અને તે શ્રેષ્ઠી શ્રીસુપ્રતિષ્ઠનગરમાં રહે છે. વળી તે કન્યા બહુ વિનયવાળી છે. ઉત્તમલગ્નમાં મહેટા ઉત્સવ સાથે ધનવાહનકુમાર તે કન્યાને પરણ્યો. અને તેણીને પિતાની સાથે લઈ તે પોતાના નગરમાં ગયો. ત્યારબાદ તે ધનવાહન તેણીના ઉત્તમ પ્રકારનું યૌવન, રૂપ, અને સુકુમારતામાં લુબ્ધથઈને વિષયમાં બહુઆસક્ત થતો ગયેલાસમયને પણ જાણતા નથી. કામીપુરૂષોની ચેષ્ટાઓ આદુનીયાથી વિપરીત હોય છે, એટલા માટે આ જગતમાં કોમીપુરૂષને આંધળાની ઉપમા આપી છે અને તે કામીપુરૂષ સર્વથાવિવેકહીન ગણાય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે – दृश्यं वस्तु परं न पश्यति जगत्यन्धः पुरोऽवस्थितं,
कामान्धस्तु यदस्ति तत्परिहरन् यत्नास्ति तत्पश्यति । कुन्देदीवरपूर्णचन्द्रकलशश्रीमल्लतापल्लवानारोप्याशुचिराशिषु प्रियतमागात्रेषु यन्मोदते ॥१॥
અર્થ–“જગતમાં અંધપુરૂષ માત્ર પિતાની આગળ રહેલી દસ્થવસ્તુને દેખતો નથી, અને કામાંધપુરૂષ તે વસ્તુત:
For Private And Personal Use Only