________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તર્મારણ્યાનીશાલ (તર્ક રૂપી અરણ્યમાં સિંહસમાન) એવી પદવીને વહન કરતા અને રાજગરૂપી ગગનાંગણમાં સૂર્યસમાન શ્રીમદ્ અભયદેવસૂરિના શિષ્ય અને વિક્રમ સંવત્ ૧૨૪૬માં કાવ્યપ્રકાશના સંકેત કર્તા શ્રી માણિજ્યસૂરિના આઠમા પટ્ટગુરૂ એક ધનેશ્વરસૂરિ થયા. જેમને સત્તાસમય વિક્રમ સંવત ૧૧૦૦ અગીયારસમાં હતો. શ્રી મુંજરાજાએ એમને પિતાના ગુરૂ તરીકે અંગીકાર કર્યા હતા. અને એમનું સન્માન પણ તે સારી રીતે કરતો હતો. એ પ્રમાણે શ્રીમાણિક્ય સૂરિકૃત પ્રશસ્તિના ઉલ્લેખમાં સ્પષ્ટ રીતે જણાવેલું છે. વળી બીજા ધનેશ્વરસૂરિ વિશાળ ગચ્છમાં થયા છે. એમનો સત્તાસમય વિક્રમ સંવત ૧૨૦૦ માં હતો. વળી શ્રી જીનવલભસૂરિએ સૂમાર્થ વિચારસારના અપ૨ પર્યાયવાચક સાર્ધ શતકનામનો એક બોધદાયક ગ્રંથ રચેલે છે. તેની ઉપર ચારહજાર શ્લોકમાં એક ટીકા રચેલી છે તેનો નિર્માણ સમય એમણે પોતે ત્યાં (૧૧૭૧) વિક્રમ સંવતમાં કહે છે. તેમજ પ્રદ્યુમ્નસૂરિના શિષ્ય શ્રી ચંદ્રપ્રભસૂરિ હતા, તેમનાશિષ્ય, ચંદ્રગના અધિપતિ ધનેશ્વરસૂરિ બીજા હતા. જેમને વીરભદ્ર, દેવસૂરિ, દેવભકવાચક અને દેવેદ્રસૂરિ એમ ચાર શિષ્યો હતા. એ પ્રમાણે શ્રીબાલચંદ્ર કવિએ રચેલી ઉપદેશકંદલી વૃત્તિની પ્રશસ્તિમાં ઉપલબ્ધ થાય છે. આ ધનશ્વરસૂરિને વિદ્યમાન સમય વિક્રમ [ ૧૨૦૦ ] શતાબ્દીના અંતમાં માલુમ પડે છે. અથવા તેરસોના પ્રારંભમાં તેઓ વિદ્યમાન હોય એમ નિશ્ચય કરી શકાય છે. શ્રીબાલચંદ્ર કવિ, ઉપદેશકંદલીના રચનાર શ્રી આસડકવિના શિષ્યહતા અને આસડકવિ આ ધનેશ્વરસૂરિના પ્રશિષ્યના શિષ્યહતા. વળી આસડકવિએ વિવેકમંજરીનો નિર્માણકાળ વિક્રમ (૧૨૪૮) માં કહેલો છે. તેમજ શ્રીમમ્મુનિસુંદરસૂરિએ રચેલી ગુર્નાવલીમાં પણ કહ્યું છે કે
अथ चैत्रपुरे वीर-प्रतिष्ठाकृत धनेश्वरः । चन्द्रगच्छेऽभवत् सूरि-स्तस्माच्चैत्रगणोऽभवद् ॥१॥
For Private And Personal Use Only