________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરવામાં જળ અને મંત્ર સમાન આ સુરસુંદરી કથા છે. આ ઉપરથી કર્તાનો નિશ્ચય થયો. પરંતુ ભિન્નભિન્ન ગચ્છને આશ્રિને ધનેશ્વર નામના બહુ ગ્રંથકારે સ્મરણગોચર થાય છે. જે પૈકીના પ્રથમ તો શત્રુંજય માહાભ્યના કર્તા ધનેશ્વરમુનિ થઈ ગયા. તેમણે સૌરાષ્ટ્રદેશમાં આવેલી વલભીપુર (વલા)ની રાજધાની ઉપર વિરાજતા શિલાદિત્ય રાજાને માટે આ ગ્રંથ બનાવ્યુંહત, માટે શિલાદિત્યની વિદ્યમાનતાનો સમય એજ એમનો સત્તાકાલ સમજવો. વળી શિલાદિત્યનો સમય વલભીપુરના ભંગની નજીકમાં હતા, કારણ કે રાજ્ય સમયના અંતરમાંજ વલભીપુર ભાગેલું છે. હવે વલભીપુરનો નાશ ક્યારે થયો, તેને નિર્ણય ચોક્કસ કહી શકાતો નથી. કારણ કે પ્રાચીન અને આધુનિક વિદ્વાનોના હાલમાં પણ સંબંધી અનેક પ્રકારના મતભેદ રહેલા છે. જેથી તેનો નિર્ણય અદ્યાપિ વિવાદગ્રસ્ત રહે છે. વળી તે સંબંધમાં શ્રીમાન રાજશેખર સુરિ લખે છે કે:
विक्रमादित्यभूपालात, पश्चर्षित्रिकवत्सरे । जातोऽयं वलभीभङ्गो-ज्ञानिनः प्रथमं ययुः ॥१॥
અર્થ_વિક્રમ સંવત્ ૩૭૫ની સાલમાં આ વલભીપુરને ભંગ થયો એમ જ્ઞાનિપુરૂષ જાણે છે.” વળી એ ઉલ્લેખને અનુસરીને તપાગચ્છની પટ્ટાવલીમાં ન્યાયાંનિધિ શ્રીમદ્વિજયાનંદસૂરીશ્વરે પણ વીરનિર્વાણુથી (૮૪૫) અને વિક્રમ સંવતથી (૩૭૫)ને સમય બતાવ્યો છે. તેમજ અન્યઆચાર્યોએ (૭૭) કેટલાક પંડિતોએ એથી પણ અન્ય સમય કહે છે. એમ અનેક પ્રકારની કલ્પનાઓ હોવાથી તેનો નિર્ણય ચોક્કસ નથી. પરંતુ જે જે ધનેશ્વર નામના યુરિઓ થઈ ગયા છે, તેઓમાં આ શત્રુંજય માહાસ્યના કર્તા ધનેશ્વરસૂરિ પ્રાચીન છે, એ નિર્વિવાદ છે. એમનાથી પ્રાચીન બીજા કોઈ એનામના ગ્રંથકર્તા આજ સુધી શ્રુતિગોચર થયા નથી, તેમજ વાદમહાર્ણવ, તથા સંમતિ તર્ક ઉપર તત્ત્વબોધ વિધાયિની અતિ વિસ્તૃત ન્યાયગભિત ટીકાના નિર્માતા,
For Private And Personal Use Only