________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપદેશદ્વારાએ ઉચ્ચારેલી પ્રાકૃત વાણી પણ અનાદિ ગણાય. જે તેની ઉત્પત્તિ માનીયે તો વિરોધ આવી પડે. માટે સંસ્કૃત જન્ય પ્રાકૃત સ્વીકાર કરીએ તો તેનામાં અવશ્ય સાદિવ દોષ રમાવે છે, અને પ્રાકૃત ભાષાતો વસ્તુતઃ અનાદિ છે એ વિરોધને દૂર કરવા માટે મૂળરૂપ માગધી ભાષા ગણવામાં આવી છે. વળી તે સમયના જૈન મતાનુયાયી તેમજ જૈનેતર મહાન વિદ્વાનોએ પોતપોતાના મતાગ્રહને દૂર કરી પરસ્પર હરીફાઈમાં આવીને આ ભાષાનો સાહિત્યભંડાર બહુજ વિશાલ કર્યો હતો અને એટલો બધો વિસ્તારમાં વધી પડ્યો હતો કે અનેક અનાર્ય દુષ્ટ રાજાઓ જેના અપહારને માટે વિવિધ પ્રકારના ઉપદ્રવ કરી ચૂક્યા અને હાલમાં પણ કર્તા હશે તેમજ દુવાદિકના સંગને લીધે પ્રતિદિવસ પ્રાપ્ત થતી નાના પ્રકારની આપત્તિઓ વડે બહુજ ક્ષીણ દશામાં આવી પડ્યો છે. છતાં પણ જે જ્ઞાન ભંડાર વર્તમાન સમયમાં નાના પ્રકારના વિષયોને પ્રતિપાદન કરવામાં અદ્વિતીય, વિચક્ષણ પુરૂષોના ચિત્તને ચમત્કાર કરવામાં મુખ્ય ગણાતા અન્ય ભાષાના સાહિત્યથી અધિક પ્રકાશ આપતા અને સાહિત્ય સંસ્થાઓમાં અલૌકિક પ્રકાશ આપતા તેમજ ઉત્તરોત્તર ભવિષ્યમાં રહેનારા પ્રાકૃત ભાષાના ગ્રંથરત્નોને સમર્પણ કરે છે. તે જ સાહિત્ય ભાંડાગારના ઉત્તમ ગ્રંથરત્નો પિકીનું આપણું એક સુરસુંદરીચરિત્ર રત્નનું ભાષાંતર વાચકવર્ગોની સમક્ષ મૂકવામાં આવે છે. હવે આ મૂળ ગ્રંથના નિર્માતા સાધુ શિરામણ શ્રીમાન ધનેશ્વર મુનિ હતા. એ પ્રમાણે પોતે ગ્રંથકર્તાએ દરેક પરિચ્છેદના છેવટના ભાગમાં એક ગાથા લખીને જણાવ્યું છે કે,
"साधणेसरविरइय-सुबोहगाहासमूहरम्माए । रागग्गिदोसविसहर-पसमणजलमंतभूयाए ॥१॥
અર્થ–શ્રીમાન ધનેશ્વરમુનિએ રચેલી સુબોધ એવી ગાથાઓના સમૂહવડે રમણીય અને રાગરૂપી અગ્નિ તથા ઠેષરૂપી વિષધરને શાંત
For Private And Personal Use Only