________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અષ્ટમપરિચ્છેદ.
૨૭૩ કર્મને અનુસારે દુઃખથયાકરે છે. તે શા માટે તું વિષાદમાં પડે છે? ત્યારબાદ ચિત્રવેગબેલે. હેભદ્ર? હુને બીજો કોઈ પણ ખેદથતિનથી. માત્ર એક જ ચિંતા મહારા હૃદયમાં અને સહ્યદુ:ખને ઉત્પન્ન કરી રહી છેકે તે બીચારી રૂદનકરતી હારી સ્ત્રીને નોવાહનરાજા અહીંથી બલાત્કારે કેવી રીતે અને કયાં લઈગાહશે ? વળી હાલમાં તે જીવતી હશે કે કેમ ? એમ કેટલીક તેની અવસ્થા જાણવાને મહને ચિંતા રહ્યા કરે છે, એમ તે વિદ્યાધર મહને કહેતો હતો, તેટલામાં, હે ભદ્ર! ધનદેવ? જે હકીકત ત્યબની તે તું સાંભળ. કમલના પત્રસમાનનેત્રને ધારણકરતે, વિશાલ વક્ષ
સ્થલને વહનકર અને પિતાની કાંતિદેવાગમન. વડે દિગમંડલને ઉવલકર એક દેવ
આકાશમાંથી નીચે ઉતર્યો. પિતાની પાસે આવતા તેદીવ્યમૂર્તિને જોઈ તે ચિત્રગ એકદમ ઉભે થયે અને તદેવના પ્રભાવથી તેનું મુખકમલ એકદમ પ્રફુલ્લા થઈગયું; બાદ બહુ વિનયપૂર્વક તે ચિત્રગ તે દેવને પ્રણામ કરવા લાગ્યું. પછી તે દેવ સુખાસન ઉપરબેઠા અને તેબેલ્યોકે, હેભદ્ર? હાલમાં તૃસુખી છે? દિવ્યમણિના પ્રભાવથી હારી સર્વઆપત્તિઓ નિવૃત્ત થઈ? તે સાંભળી ચિત્રગ બે. આપના પ્રભાવથી હાલમાંકુશળ છે. પરંતુ હાલમાં મૂહને એક કૌતુક છે; તેને હમે ખુલાસો કરે. હૈદેવ! પૂર્વભવમાં તહારી સાથે મ્હારે સંબંધ કેવા પ્રકારને હતો? વળી તે દીવ્યમણીઆપીને તે સમયે કયા કાર્યને માટે બહુ ઉત્સુક થઈ હમે અહીંથી ગયાહતા? તે સાંભળી દેવા. હે સુતનું ? જે કાર્ય માટે હું અહીંઆવ્યુંહતે તેવૃત્તાંત હું હુને કહુછું. તે તું એકાગ્રમને શ્રવણકર.
૧૮
For Private And Personal Use Only