________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૪.
સુરસુંદરીચરિત્ર. એની દષ્ટિગોચર થઈ ચુકયાં છીએ, માટે ઉપાય સંબધી કંઈ પણ ચિંતા કરવાની હવે જરૂર નથી. હે પ્રિયે? મહારા પ્રાચીન કર્મોના સંબંધ પ્રમાણે જેમ ભાવી હશે તેમ બનશે. આ જગની અંદર બહુ શેક કરવાથી ઈષ્ટસિદ્ધિ થતી નથી. તો શામાટે વૃથા અપલાપ કરે? એમ મહારૂં વચન સાંભળી તે બાલાએ સ્વાભાવિક બહુ ભીરૂ હોવાથી પોતાના નેત્રેમાંથી સ્થલઅશ્રુપ્રવાહ ચાલતા કર્યા અને બહુ ભય તથા શેકને પ્રગટ કરતી તે ભીરૂ ફરીથી કહેવા લાગી કે; હા? નાથ? હા ! પ્રાણવલ્લભ? દર્દવને લીધે પાપકારિણી એવી હું વાંસના ફેલગમનીમાફક તખ્તારા વિનાશને માટે થઈ પડી છું. હે પ્રાણપ્રિય? તે સમયે જે મહેં મ્હારા પ્રાશુને ત્યાગ કર્યો હોત તો, હે નાથ? શું તહે આવી આપત્તિમાં પડત ખરા ? વળી હે સ્વામીન ? જે હં મ્હારી માતાના ગર્ભમાંથી પડી ગઈ હોત, અથવા જે બાલ્ય અવસ્થામાં મરી ગઈ હતી તે મ્હારા માટે આપને આ આપત્તિ ભેગવવી પડત નહીં, આદ્યમાં મધુર એ આપણે પરસ્પર ગુંથાયેલ આ ગાઢપ્રેમ ખચરી (અશ્વતરી) ના ગર્ભની માફક દુરંત દુઃખને હેતુ થઈ પડ્યો. હે સ્વામિન્? હાલમાં તમે કર્મનો આશ્રય લઈ બહુ થાકી ગયા છે તેથી આ દુઃસહ વેદનાના નિવારણ માટે કંઈપણ ઉપાય ચિંતવતા નથી. ત્યારબાદ મહું કહ્યું કે, હે સુંદરી? ત્યારે કંઈપણ ખેદ કરે નહીં હે સુતનું ? જે પુરૂષ અવિચારિત–સાહસ કાર્ય કરેછે તેનું પરિણામ આવું જ આવે છે. વળી જે પોતાના અને પરના બળને વિચાર કર્યાશિવાય કાર્યને પ્રારંભ કરે છે, તે પુરૂષ જરૂર અપમાન અને મરણને સ્વાધીન થાય છે.
For Private And Personal Use Only