________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અષ્ટમપરિચ્છેદ
પણ વિરહના તીવ્ર દુઃખને સ્વાધીન થાઉ નહીં, તે સાંભળી મહેંપણ પાછું મુખવાળી તે તરફ જઈને કહ્યું કે, હે સુંદરિ? હારૂં કહેવું સત્ય છે. નવાહનરાજાનેજ આ ઉપક્રમ દેખાય છે; પરંતુ તું આટલે ભારે ખેદ શામાટે કરે છે? જે કે; અનેક વિદ્યાધરોના પરિવાર સહિત આ વિદ્યાધરેંદ્ર અહીં એકદમ આવશે તો ભયની કંઈ સીમાં રહેશે નહીં. પરંતુ હે સુંદરિ? જાણ્યા પછી ભય રાખ શા કામનો ? શાસ્ત્રમાં પણ કહ્યું છે કે –
तावद्भयस्य भेतव्यं, यावद्भयमनागतम् ।। आगतं पुनरालोक्य, पश्चात्कुर्याद्यथोचितम् ॥१॥
અર્થ–“આ જગની અંદર દરેક પ્રાણીઓએ જ્યાં સુધી ભય ન આવ્યું હોય ત્યાં સુધી ભયથી ડરવું જોઈએ. પરંતુ તે ભયનું આગમન થયાબાદ બીલકુલ ભયભીત થવા ની જરૂર નથી. પછી તો દેશ, કાળ અને સાધનાદિકનો વિચાર કરી પોતાને જેમ યોગ્ય લાગે તે પ્રમાણે પ્રવૃત્તિ કરવી જેઈએ.” હે સુતનુ? હારા સાંભળતાંજ તે સુત્તમે કહેલું છે કેનવાહનરાજા તખ્તારી પાછળ આવે છે. તો હવે શા માટે તું એને જોઈને ડરી જાય છે. હે સુતન? દેવતાએ આપેલા આ દિવ્યમણીના પ્રભાવથી સર્વ સારૂં થશે. એને જોઈને બીલકુલ તું ખેદ કરીશ નહીં. હવે આપણે કઈ બીજે ઉપાય કરીએ તે સમય રહ્યો નથી. કારણ કે, બહુ વેગથી ગમન કરતો એ આ વિદ્યાધર હવે આપણી નજીકમાં આવી પહોંચે છે. વળી આ વિદ્યાધર બહુ દૂર હોય તોપણ એનાથી આપણે નાશી શકાય તેમ નથી. કારણ કે, એની વિઘાનો પ્રભાવ બહુ અલૌકિક છે. હે સુતનુ? આપણ તે હવે
For Private And Personal Use Only