________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુરસુંદરીચરિત્ર. છે. હારું શરીર હવે થાકી ગયું છે. મહારા હૃદયમાં ફૂલની વેદના બહુ ભારે થાય છે. માટે તે સ્વામિન્ ? હારી કંઈ સારવાર હેમે કરે તે ઠીક. હવે મહારાથી કોઈ પ્રકારે ચલાય તેમ નથી. ત્યારબાદ હે કહ્યું કે, હે સુંદરી ? લ્હારું શરીર બહુ સુકેલ છે. રાત્રીને ત્વને ઉજાગર થયો છે. વળી બહુ ઠંડા પવન વાય છે. તેથી હારા ઉદરમાં પીડા થયેલી છે. માટે ત્યારે કોઇપણ પ્રકારનો ખેદ કરવો નહીં. હું આ વનનિકુંજમાં નીચે ઉતરીને જલદી હુને સ્વસ્થ કરૂ છું. કંઈ -હરકત નથી. એમ કહી હું તરજ આ વનનિકુંજમાં ઉતરી પડ્યો. અહીંયાં પવનને પણ પ્રવેશ ન થઈ શકે તેવા આ કદલીગૃહમાં હું હારી દયિતાનો પ્રવેશ કરાવ્યો. પછી અરણીનાં કાષ્ઠઘસીને મહેં અગ્નિ સળગાવ્યું અને તેણીના શરીરની બહુ સેવા કરી. પછી હે કહ્યું કે, હે સુંદરી ? હવે હારું શરીરસ્વસ્થથયું છે માટે ચાલે આપણે આપણા સ્થાનમાં જઈએ. ત્યારબાદ તેણીએ કહ્યું કે, હે પ્રિયતમ? ભલે ચાલે હવે હુને કંઈ હરકત નથી. એમ કહી અમે બન્ને જણ કદલીગૃહમાંથી બહાર નીકળ્યાં, તેટલામાં હે ચિત્રવેગ ? એકદમ તમારું અહીં દર્શન થયું. વળી હે મિત્ર ? આકનિકમાલાની બહેન છે અને હેનું નામ પ્રિયંગુમંજરી છે. એની જે મહને પ્રાપ્તિ થઈ છે તે હારાઉપકારનું જફલછે.
હે પ્રતિષ્ઠ? હું જે મને પૂછયું તેની સર્વ હકી કત મહું હુને કહી. આ પ્રમાણે ચિત્રગતિના કહ્યા બાદ મહેં કહ્યું કે, હે મિત્ર ? હારા સરખો નિર્દયદયવાળે બીજે કઈ નથી. કારણકે, પોતાના કાર્યમાં લુબ્ધથઈને હું ન્હને મહાકષ્ટમાં મોકલ્યા. ઉદારભાવથી પરકાર્ય કરવામાં
For Private And Personal Use Only