________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સપ્તમપરિચ્છેદ મનુષ્યનું નેત્ર કાદવમાં ખુચી ગયેલા હસ્તીની માફક બહુ જ દુઃખ વડે પાર ઉતરી શકે છે, અર્થાત્ છુટાં પડતાં નથી. એમ છતાં આ હારી ધાવમાતા પણ આ હારા પ્રિયતમને મૂકીને ચાલવા લાગી. તે સમયે લજજાને લીધે હું કંઈ પણ હેને કહી શકી તે નહીં, પરંતુ કંઈપણ એનું આભૂષણ હારે લઈ લેવું તે ઠીક છે. જેથી તે આભરણનું અવલોકન કરી હારૂં હદય શાંત થાય. વળી આ મનોવલભને અહીં મૂકીને હું પોતાને ઘેરગયા બાદ તેનું જ-તે ભરણનું હારા હૃદયમાં ધ્યાન ધરીશ. તેમજ કનકમાલાના, લગ્ન સમયે આહારે પ્રાણપ્રિય સ્ત્રીનું સ્વરૂપ ધારણકરી જરૂર ત્યાં આવશે. એટલે ફરીથી પણ એ મહાપુરૂષનું હુને દર્શન થશે. એ પ્રમાણે તે શ્રીકેવલીભગવાને હુને તે સમયે કહેલું છે.વળી એની પાસેથી ગ્રહણ કરેલું તે આભરણ તે સમયે ઓળખાવનાર થશે. હે સ્વામિન્ ! એપ્રમાણે વિચાર્યા બાદ તેજ વખતે
તમ્હારા હસ્તમાંથી મુદ્રારત્ન હેં લઈ
લીધું અને હારી મુદ્રિકા હું તમને ગ્રહણ,
આપી; પછી આપના હસ્ત સ્પર્શથી આપા
પવિત્ર થયેલી તે મુદ્રિકાને બહુજ આનંદ વડે મહું હારી આંગળીએ પહેરી લીધી. ત્યારબાદ પરિવાર સહિત હું પણ ત્યાંથી નગર તરફ ચાલી; પરંતુ મારી દષ્ટિ તો પાછળ જોતી હતી. રસ્તામાં ચાલતાં ધારિણ નામે હારી સખીએ કાનમાં આવી હુને કહ્યું કે, હે પ્રિય સખી? શ્રીકેવલીભગવાનનું આએકવચનતો પ્રથમ સિદ્ધ. થયું. પૂર્વભવમાં જે ત્યારે પતિ તેજ આ દેવને જીવ છે. એ પ્રમાણે તેના કહેવાથી રોષ સહિત મહેં તેને કહ્યું
મુદ્રા
૧૬
For Private And Personal Use Only