________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુરસુંદરીચરિત્ર. તેટલામાં પિતાના પરિવાર સહિત મહારી ધાવમાતા ત્યાં આવી અને તેણીએ કહ્યું કે, સત્પરૂષ? આ હારી પુત્રીને આપે જીવિતદાન આપ્યું. માટે આપના ઉપકારથી સદૈવ અમે ત્રાણી છીએ. અહે? સત્પરૂના ઉપકારની સીમા હોતી નથી. અન્યત્ર પણ કહ્યું છે કે;– मनसि वचसि काये पुण्यपीयूषपूर्णा. त्रिभुवनमुपकारश्रेणिभिः प्रीणयन्तः । परगुणपरमाणून्पर्वतीकृत्य नित्यं, .. निजहृदि विकसन्तः सन्ति सन्तः कियन्तः ॥१॥
અર્થ—“મન, વચન અને કાયાને વિષે પુણ્યરૂપી અમૃતથી ભરેલા, ત્રણેકને અનેક ઉપકારોની શ્રેણીઓ વડે પ્રસંન કરતા અને હમેશાં પારકાના પરમાણુ સમાન ગુણેને પર્વતસમાન માનીને પોતાના હૃદયને વિષે અહર્નિશ ઉલ્લાસ પામતા એવા કેટલાક સત્પરૂ આ દુનીયામાં વિદ્યામન છે.” આપના અનન્ય ગુણેનું વર્ણન કરવા હું સમર્થ નથી એમ કેટલીક તેણીએ પ્રશંસા કરીને, હે પ્રિયતમ ? પછી આપને કહ્યું કે, હવે અમે અમારા નગરમાં જઈએ છીએ. કારણ કે, અભ્યારે જવાનું બહુ અસૂરું થાય છે. એમ કહી તે ચાલી પછી મહે મહારા મનમાં વિચાર કર્યો કે, બહુ પુણ્યવડે આજે પ્રિયનું દર્શન થયું છે. તેને મૂકીને અહીંથી ચાલવા માટે હારૂં હદય માનતું નથી. આ પ્રિયના મુખકમલના નિરીક્ષણને ત્યાગ કરી અહીંથી જવા માટે આ હારી દષ્ટિ કાદવમાં ખુચી ગયેલી દુર્બલગાયની માફક અશક્ત થઈ પડી છે. વળી આવા પ્રકારના મુહૂર્તમાં મળેલું કઈ પણ
For Private And Personal Use Only