________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમપરિચ્છેદ યુષ આઠપલ્યોપનું છે. તેમાંથી શેષ આયુષ હાલમાં એકલાખવર્ષનું બાકી રહ્યું છે. તે લાખ વર્ષ પૂર્ણ થયાબાદ તે પણ અહીંથી ચ્યવીને તેજ ઉત્તરશ્રેણુમાં સુરનંદન નામ નગરમાં અશનિવેગ નામે વિદ્યાધરને ત્યાં પુત્રીપણે ઉત્પન્ન થઈશ. વળી હે ભદ્ર? રૂપસંદર્યમાં બહુ ઉત્કૃષ્ટ એવી પ્રિચંગુમંજરી નામે તું પ્રસિદ્ધ થઈશ. અને ત્યાંજ હારા, પૂર્વપતિનું ન્હને દર્શન થશે. તે સાંભળી દેવી બેલી, હેભગવદ્ ? તે હારા પતિને હારે કેવી રીતે ઓળખો ? અથવા તેની સાથે કેવી રીતે હારૂં લગ્ન થશે? પછી શ્રી કેવલીભગવાન બાલ્યા, હે ભદ્રે? આસંબંધી જે હકીકત હું કહું તે તું સાંભળ. શ્રીજીનેંદ્રભગવાનની યાત્રાના સમયે પોતાના સ્થાનમાંથી છૂટીને ઉન્મત્ત થયેલ હસ્તી ત્યાં આવશે. અને તેના ભયમાંથી જે લ્હને બચાવશે તેજ આ હારે પૂર્વભવને સ્વામી છે એમ હારે નક્કી જાણવું. તેમજ ફરીથી. પણ તેની સાથે વિશેષ પ્રકારે લ્હારું દર્શન થશે કે હારા. મામાની દીકરી કનકમાલાના પાણિગ્રહણના સમયે પિતાના મિત્રને માટે તે કનકમાલાનું સ્વરૂપ ધારણ કરીને આવશે. - હે ભદ્રે ! ચંદ્રપ્રભ ? જે કનકમાલાનું રૂપ ધારણ કરી. ત્યાં આગળ આવે તે ત્યારે ત્યારે પૂર્વ પતિ જાણો. એમાં કોઈ પ્રકારનો ત્યારે સંદેહ રાખ નહિં. ત્યાસ્પછી હારું લગ્ન પણ તેની સાથે થશે. અને તે સમયે તું જાતિ સ્મરણ જ્ઞાનવડે આ મ્હારું વચન પણ સંભાળીશ. એ પ્રમાણે હે પ્રિયસખી ધારિણું ? શ્રીકેવલીભગવાનનું વચન સાંભળી તે દેવી પોતાના હૃદયમાં બહુજ ખુશી થઈ અને શ્રીવલીભગવાનના ચરણકમલમાં પ્રણામ કરી ત્યાંથી આકાશ માર્ગે
For Private And Personal Use Only