________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુરસુંદરીચરિત્ર ણીઓ અત્યંત દુર્લભ એવો શ્રીજેનધર્મ પ્રાપ્ત થયે છતે હએશાં અન્ય વાસનાઓને ત્યાગ કરી તે શુદ્ધ ધર્મમાં જ હમેં ઉક્ત થાઓ, પ્રમાદને સર્વથા ત્યાગ કરે, પ્રમાદને વશ થએલા પ્રાણીઓ બહુ અનર્થનાપાત્રથાયછે.ઉભયલેકમાં દુઃખદાયક પ્રમાદને જ કહે છે. અન્યત્ર પણ કહ્યું છે કે
यत्संपत्त्या न युक्ता जगति तनुभृतोयच्च नापद्विमुक्ता
यन्नाधिव्याधिहीनाः सकलगुणगणाऽलङकृताङ्गाश्च यनो। यन्न स्वर्ग लभन्ते निखिलसुखखनिं मोक्षसौख्यं च यन्नो, दुष्टः कल्याणमालादलनपटुरयं तत्र हेतुः प्रमादः॥१॥
અર્થ–“આ જગની અંદર દરેક પ્રાણીઓ વૈભવની ઇચ્છાવાળા હોય છે, છતાં તેઓ જે સંપત્તિઓથી વિમુખ રહે છે તેનું કારણ માત્ર પ્રમાદ છે. તેમજ તે દુષ્ટ પ્રમાદને લીધેજ પ્રાણીઓ આપત્તિઓથી મુક્ત થતા નથી. અર્થાત આધિ (માનસિક) અને વ્યાધિ (શારીરિક) પીડાઓને ભગવ્યા કરે છે. તેમજ ઉત્તમ પ્રકારના સમગ્ર ગુણેના ભક્તા પણ તેઓ થઈ શકતા નથી. વળી તેજ કારણને લીધે સ્વર્ગ સુખપણ તેઓ મેળવી શકતા નથી અને સમસ્ત સુખના આવાસભૂત એવું મેક્ષસુખ પણ તેઓને બહુ દુર્લભ થાય છે. વળી આ પ્રમાદની પટુતા સર્વ શુભકાર્યોના વિનાશમાં જ રહેલી છે. માટે હે ભવ્યાત્માઓ? આ પ્રમાદ શત્રુને કોઈ પણ સમયે તમે આશ્રય આપશે નહીં. વળી હે ભવ્ય ને? હસ્તમાં રહેલા જળની માફક આ આયુષ દરેક ક્ષણે ક્ષીણ થાય છે. માટે શ્રી ભગવાને કહેલા ધર્મનું આરાધન
For Private And Personal Use Only