________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમપરિચછેદ.
ર૩૧ એ પ્રમાણે સ્વયંપ્રભાનું વચન સાંભળી ચંદ્રપ્રભા
દેવીએ તે જ વખતે પોતાના પતિના શાક ચંદ્રપ્રભા દૂર કર્યો અને પોતાની સખી સ્વયંદેવી. પ્રભાને સાથે લઈ તે દેવી આ ભૂલે
કમાં આવી બહુ ભાવપૂર્વક શ્રીજીન બિંબને વાંદીને પછી નંદીશ્વર દ્વીપમાં તે ગઈ. ત્યાંથી આભરત ક્ષેત્રમાં તે આવી, ત્યાં રાજગૃહ નગરીની બહાર ઉદ્યાનમાં સેંકડે મુનિવર જેમના ચરણકમલની સેવા કરે છે, તેમજ સુર, અસુર અને મનુષ્યો જેમની સેવામાં હાજર રહ્યા છે; અને શુદ્ધધર્મની પ્રરૂપણા કરતા એવા શ્રી શુભંકર નામે કેવલી ભગવાન તેણુના જોવામાં આવ્યા. બાદ તે દેવી પોતાની સખી સહિત આકાશપ્રયાણને બંધ કરી નીચે ઉતરી, ત્યારબાદ તે દેવી; ભવ્ય: પ્રાણીઓને સુખકારીઉપદેશ આપતા એવા તે શ્રી શુભંકર કેવલી ભગવાનને વંદન કરીને બાકીના સમગ્રમુનિસંઘને પણ વાંકીને સ્વયંપ્રભા સહિત તે ચંદ્રપ્રભા ઉચિત સ્થાનમાં વિનયપૂર્વક બેઠી.
હવે તે શ્રીકેવલીભગવાને દેવ, અસુર અને મનુષ્યાદિક
પ્રાણીઓથી ભરેલી તે સભામાં મધુર શુભંકર અને ગંભીર વાણુ વડે ધર્મદેશનાને કેવલી. પ્રારંભ કર્યો. હે ભવ્યાત્માઓ?
આ સંસારમાં મનુષ્યભવ મળ બહુ દુર્લભ છે. તેમાં પણ સકુલની પ્રાપ્તિ અતિ દુર્લભ કહેલી છે. કદાચિત્ ઉત્તમ કુલ પણ મળી શકે છે પરંતુ શ્રીજીનેંદ્રકથિત ધર્મ મળે ઘણેજ દુર્લભ છે. માટે હે ભવ્યપ્રા
For Private And Personal Use Only