________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૩૦
સુરસુંદરીચરિત્ર માઓને તેમજ સુમેરૂ, દ્વીપ અને અન્ય પર્વતેમાં રહેલી શ્રીજીનપ્રતિમાને પરમભક્તિપૂર્વક તું તે તે સ્થાને જઈને પ્રણામ કર. આ પ્રમાણે ભક્તિ કરવાથી તું શુદ્ધ સમ્યકત્વ ધર્મને પામીશ અને તે સભ્યત્વના પ્રભાવથી તું મનુષ્યભવ પામીને શ્રીજીનેંદ્રભગવાનની દીક્ષા ગ્રહણ કર્યા બાદ કર્મનો સર્વથા ક્ષય કરી મોક્ષ સુખને પામીશ. હે પ્રિયસખી? દેવિભવમાં શાશ્વત સુખ મેળવી શકાતું નથી, કારણ કે, તેવા પ્રકારની ધમસામગ્રી દેવતાઓને પ્રાપ્ત થતી નથી, માટે મોક્ષ સુખની પ્રાપ્તિ તે મનુષ્ય ભવમાંજ થઈ શકે છે. કારણકે તેવી ધમસામગ્રી મનુષ્યભવમાંજ હોઈ શકે છે. તેમજ શાસ્ત્રમાં પણ કહ્યું છે કે;देवाविसयपसत्ता,-नेरइआ विविह दुक्खसंतत्ता । तिरिआ विवेगविमला, मणुआगंधम्म सामग्गी ॥१॥
અર્થ_• દેવતાઓની સમૃદ્ધિએ બહુ અભુત હોય છે, તેમજ તેઓ દીવ્ય વિમાનમાં બેસી સ્વેચ્છા પ્રમાણે દ્વીપાંતમાં પર્યટન કરે છે. પરંતુ તેઓ વિષય સેવનમાં બહુજ આસક્ત હોય છે, તેમજ નારકીના જીવો અનેક પ્રકારનાં દુઃખ થી પીડાયેલા હોય છે, જેથી તેઓને ધર્મશ્રવણ સ્વમમાં પણ દુર્લભ હોય છે અને તિચાપણું વિવેક શન્ય હોય છે. માત્ર માનવ ભવમાંજ ધર્મ સામગ્રી પ્રાપ્ત થાય છે. માટે હે દેવી? હાલમાં તમે પૂર્વોક્ત પ્રમાણે ધર્મને ઉદ્યોગ કરે. પશ્ચાત મનુષ્યભવ પામીને અનુક્રમે સિદ્ધ સ્થાનમાં ગયા બાદ આવાં દુ:ખોને અનુભવ તમને બીલકુલ થશે નહીં અને સદાકાલ જન્મ, જરા, મરણ અને શકવર્ડ રહિત તું થઈશ.
For Private And Personal Use Only