________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩
ચ્છકટિક, ગઉડવહ અને પ્રાકૃત મંજરી આદિક નાટક ગ્રંથોમાં પણ તેવા પ્રકારનાં અધિકારી પાત્રાદિકની પ્રાકૃત ભાષામાં વચન રચના હોય છે. અને તેવી પદ્ધતિમાં જ તેમની પ્રવૃત્તિ હોય છે. વળી નાટકાદિક ગ્રંથોમાં સ્ત્રીઓ અને વિદૂષક પ્રમુખ કેટલાંક પાત્રોની પ્રાકૃત ભાષા હોય છે, પરંતુ તે ભાષા શ્રીમાન હેમચંદ્ર, ચંડ અને વરરૂચિ પ્રમુખ પંડિતોએ રચેલા પ્રાકૃત વ્યાકરણના નિયમોને પ્રાથે અનુસરતી નથી, અર્થાત વ્યાકરણના નિયમથી બહિર્મુખ છે. તેમજ પ્રાકૃત ભાવાથી વિરૂદ્ધ અને શૌરસેની, માગધી, પિશાચી તથા પાલીઆદિક ભાષાઓથી વિચિત્ર પ્રકારના પ્રયોગો તેમાં રહેલા હોય છે. જેથી તે નાટકાદિકની ભાષા પ્રાકૃત ભાષાથી વિલક્ષણ દેખાય છે. પરંતુ સૂક્ષ્મ દષ્ટિએ વિચાર કરીએ તે તેમાં કંઈપણ પૃથ પણે લાગતું નથી. કારણકે દેશ કાલાદિકના પરિવર્તનને લીધે દરેક પદાર્થોમાં ન્યૂનાધિક ફેરફાર થાય છે, પણ મૂળ સ્વરૂપને તેઓ છાડતા નથી. તેવીજ રીતે કોઈપણ કારણની અપેક્ષાએ સર્વ ભાષાઓમાં પણ થોડો ઘણો ફેરફાર થયા કરે છે. તો તેવા વિભેદને લીધે તેઓ સંજ્ઞાંતરને પ્રાપ્ત થતી નથી. દેશ વિભેદને લઇને ભિન્ન ભિન્ન નામાંતરને પ્રાપ્ત થયેલી પ્રાકૃતાદિક ભાષાઓ વસ્તુતઃ સમાનજ ગણાય છે. વળી હેમચંદ્રાચાર્યકરતાં પ્રાચીન જેન તથા જેનેતર ઘણું પંડિતોએ પ્રાકૃત ભાષામાં નાટક, ચરિત્ર, તેત્ર અને સાહિત્ય વિગેરેના ઘણા ગ્રંથો રચેલા છે. તેમાં દરેક સ્થલે વિવિધ પ્રકારના પ્રયોગો જેવામાં આવે છે તે પણ
શે પ્રાકૃતવત્' શર્ષ નવ” “ ત્ય ” ઈત્યાદિક નિયમોને લીધે તેઓમાં કેટલેક પરસ્પર ભેદ જોવામાં આવે છે. વિગેરે ચર્ચનીય વિષય અહીં નહી લંબાવતાં હવે અન્ય તરફ દૃષ્ટિ કરીએ છીએ. જે સમયે પ્રાકૃત ભાષામાં સિદ્ધાંતાદિક ગ્રંથો રચાયા હશે તે સમયે આબાલગોપાલસુધીના સર્વ લેકામાં આ ભાષાનો જ અનન્ય પ્રચાર હોવો જોઈએ, એમાં કોઈ પ્રકારનો સંદેહ માનવા જેવું નથી. અન્યથા તે ભાષાનો તે જે પ્રચાર ન હોય તો પૂર્વોક્ત
For Private And Personal Use Only