________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુરસુંદરીચરિત્ર. હજારો પ્રિય વચન બોલીને મનાવતા હતા. એમ છતાં હાલમાં વિલાપ કરતી અનાથ એવી આ પ્રિયાને હમેં અકસ્માત્ કેમ ત્યજી દીધી છે ? વળી કોઈપણુ મહારો અવિનય થયેલ હોય
પણ આપને આ અબળા ઉપર ક્રોધ કરે લાયક નથી; અથવા ક્રોધ કરે એ ઉત્તમ પુરૂષનું લક્ષણ નથી. કારણ કે, ક્રોધ એ હોટે શત્રુ કહે છે.
क्रोध एव महाशत्रुः, स्मरणात् क्लेशदायकः । अनुभावात्तु तस्यैव, सीदन्त्येव नरोऽनिशम् ॥ १॥
અર્થ– કોધ રૂપી વૈરીનું એટલું બધું બળ છે, જેના સ્મરણમાત્રથી બુદ્ધિમાન પુરૂષેપણ તેને આધીન થઈ અતિશય કલેશના પાત્ર થઈ પડે છે. તેમજ તેને મહિમા એટલે પ્રબળ છે કે, જેના પ્રભાવથી ક્ષમાધારી પુરૂષ તે તેવા કોધીનું મુખ પણ જોતા નથી. એટલું જ નહીં પરંતુ તેવા કોધી પુરૂષોની નિંદાના અંકુરાઓ દરેક ઠેકાણે પ્રસરી જાય છે. અને તે ક્રોધી પુરૂષ આલોકમાં અપાર દુ:ખ ભોગવીને પરલોકમાં પણ બહુ દુઃખી થાય છે. માટે સ્વામિન્ ? આપને આવા અનાર્ય ક્રોધને વશ થવું ઘટતું નથી. આપની મધુરવાણી સંભળાવીને હુને કૃતાર્થ કરે. વળી હે નાથ? શું આપ નથી જાણતા કે આપના પ્રેમમાં મુગ્ધ બનેલી એવી આ સ્ત્રીની મહારા વિના શી ગતિ થશે ! જેથી એકદમ ને મૂકીને આપ અદ્રશ્ય થઈ ગયા? એ પ્રમાણે પોતાના પતિના વિરહવડે અનેક પ્રકારના વિલાપ કરતી તે ચંદ્રપ્રભાદેવી મૂળમાંથી ઉખાડેલી કમલની વેલીની માફક કર્માયેલા મુખવાળી થઈ ગઈ
For Private And Personal Use Only