________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪
સુરસુંદરીચરિત્ર. હદયમાં તે દેવનું ધ્યાન કરતી એવી તે વસુમતી સાધ્વીએ અનશનવ્રત ગ્રહણ કરીને પોતાના શરીરને ત્યાગ કર્યો, અને તેવા પ્રકારના ધ્યાનબળથી તે બીજા ઇશાનકક્ષમાં ચંદ્રાન નામે દીવ્ય વિમાનમાં ચંદ્રાન દેવની ચંદ્રપ્રભા નામે મુખ્યદેવીપણે ઉત્પન્ન થઈ. શ્રીમદુ ધનેશ્વર મુનિવરે રચેલી, ઉત્તમ બોધદાયક એવી ગાથાઓના સમૂહવડે સુંદર, તેમજ રાગરૂપી અગ્નિ અને દ્વેષરૂપી વિષધરને હરવામાં જલ અને મંત્ર સમાન સુરસુંદરી નામે કથાને વિષે વસુમતીને સુરલોકની પ્રાપ્તિ નામે આછઠ્ઠો પરિચ્છેદ સમાસથયો. इतिश्रीधनेश्वरमुनिविरचितप्राकृतपद्यमयसुरसुंदरीचरित्रस्य शास्त्रविशारदयोगनिष्ठाध्यात्मज्ञानदिवाकरजैनाचार्यपूज्यपादश्रीमद्-बुद्धिसागरसूरीश्वरशिष्यरत्नप्रसिद्धवक्तेतिख्यातिभागाचार्यश्रीमद्-अजितसागरसूरिकृतगुर्जरभाषानुवादे वसुमतीसुरलोकप्राप्तिनाम
षष्ठपरिच्छेदः समाप्तः
For Private And Personal Use Only