________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૮
સુરસુંદરીચરિત્ર. બગાડ્યું નથી અને આ દુ:ખ પણ તેણે કહ્યું નથી એમ હારે સત્યપણે સમજવું; પરંતુ જે કંઈ થયું તે હારા પિતાના કર્મથીજ થયું છે એ પ્રમાણે પોતાના હૃદયમાં તું સમજ. વળી કેક મનુષ્ય કુતરાને પથરે મારે છે, તે તે અજ્ઞાની કુતરે તે પાષાણને બચકુ ભરવા દેટમારે છે; અને સિંહને કઈ બાણુમારેતો તે બાણની તરફ લક્ષ્ય નહીં કરતા બાણ ફેંકનાર પુરૂષ તરફ દષ્ટિ કરે છે. માટે આપણે સુખ કે દુઃખ તરફ દષ્ટિ કરી સુખદુ:ખ માનવાનું નથી, કિંતુ તેના કારણભૂત કમ તરફ લક્ષ્ય આપની જરૂર છે. જેથી અન્ય ઉપર રાગદ્વેષ થાય નહીં અને પિતાના આત્માનું અકલ્યાણ પણ થાય નહીં. માટે હે ભદ્ર ? શ્રીજીનેંદ્રભગવાનની આજ્ઞા માની તું પિતાના કર્મને ઉછેદ કરવામાં તત્પર થા. અને તેમ કરવાથી લ્હારા કર્મને વિલય થશે એટલે આવા દુઃખને તું ભેગી થઈશ નહીં. એ પ્રમાણે શ્રી કેવલી ભગવાનનું વચન સાંભળી તે ધનપતિ વણિક સમજી ગયે કે; આ સંસારવાસ પ્રાણિઓને દુઃખદાયક થાય છે. મનુષ્ય ભવ પામીને આત્મ સાધનમાં ઉઘુક્ત થવું એજ માનવજાતિનું મુખ્ય કર્તવ્ય છે. એમ પ્રતિબંધ પામી પોતે વિનયપૂર્વક કહેવા લાગ્યું કે હે ભગવદ્ ? આપની આજ્ઞા માગું છું કે; સંસારના ભયને ઉછેદ કરનારી એવી મુનિ દીક્ષા આપ મહને આપો. ત્યારબાદ મુનિએ પણ તેને ભાવ જાણું તેજ વખતે હેને સર્વપાપરૂપ મળને દૂર કરવામાં પ્રબળ એવી મુનિ દીક્ષા આપી.
શ્રમણદીક્ષા લીધા બાદ તે ધનપતિમુનિ સર્વ સાધુ ગુણેમાં
સારી રીતે પ્રવીણ થયા. અને નિરવદ્ય ચા
For Private And Personal Use Only