________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પછપરિચછેદ.
ર૧૭ શિવર, છાયા વિનાનાં વૃક્ષે, લાવણ્ય વિનાનું રૂપ, ગુણ વિનાને પુત્ર, ચારિત્રથી ભ્રષ્ટ થયેલે યતિ અને દેવ વિનાનું મંદિર જેમ શોભતું નથી, તેમ ધર્મ વિનાને આ માનવભવ શોભતો નથી. માટે હે સજજને? તમે કુપથનો ત્યાગ કરે અને સમાર્ગમાં પ્રવૃત થાઓ.” આ પ્રમાણે ધર્મદેશના પ્રસંગ ચાલતો હતો તેવામાં યોગ્ય સમય જાણુને ધનપતિએ પ્રભુને પ્રણામ કરી કહ્યું કે, હે ભગવન ? અહીંયાં હુને કેસુલાવ્યા? અને આ ક્ષેત્રનું નામ શું ? તેમજ આ નગરીનું નામ શું ? તે આપ કૃપા કરીને મહિને કહે. એ પ્રમાણે તેના પુછવાથી
શ્રી કેવલીભગવાને પ્રથમ જે વૃત્તાંત કહ્યું, તે સર્વે તે સમયે વિસ્તારપૂર્વક કહી સંભળાવ્યું. બાદ ધનપતિ વણિકું પોતાનું અસમંજસ વૃત્તાંત જાણ બહુ શેકાતુર થઈ ગયે અને ચિંતા કરવા લાગ્યું કે, મહારાં માતા, પિતા, ભાર્યા અને બંધુઓથી હું નિયુક્ત થયે, કુટુંબ પરિવારને હું ઉપયેગી રહ્યો નહીં. હવે અહીં હારે શું કરવું ? એમ ચિંતાતુર થઈ ઉદાસીની માફક બેઠેલે તેને જોઈ શ્રીકેવલીભગવાન બાલ્યા. હે ભદ્ર ? આ સંસારની સ્થિતિ આવા પ્રકારની જ હોય છે; એમ સમજી ત્યારે કંઈપણ શેક કરે નહીં; વળી હે સુભગ ? આ સંસારની સ્થિતિ એવી છે કે, જેની અંદર ઈષ્ટને વિગ અને અનિષ્ટની પ્રાપ્તિ થયા કરે છે. હે ભદ્ર? આ અસાર સંસારમાં નિવાસ કરતા ઘણું મૂઢ પ્રાણિઓ વિષયસુખમાં લુબ્ધ થાય છે. જેથી તેઓના સંયોગ અને વિગ અનંતવાર થયા કરે છે. વસ્તુત: વિચાર કરીએ તો જે કંઈ દુઃખ થાય છે તે પિતાના દુષ્કર્મને લીધે જ થાય છે. વળી બાહા અર્થમાં બાકીનું સર્વ નિમિત્ત માત્રજ ગણાય છે. માટે તે વિદ્યારે હારું કંઈપણ
For Private And Personal Use Only