________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષષ્ઠપરિચ્છેદ.
ર૧પ હવે તે ધનપતિ વણિક્ષણ અયોધ્યાનગરીમાં ગયા
બાદ પામર અવસ્થામાં રહીને તે અપૂર્વ ધનપતિ નગરીનો દેખાવ જોઈ વિચિમત થઈ વણિક વિચાર કરવા લાગ્યું કે; આ ઉત્તમ
વિભાવવાળી નગરી કઈ છે? અને તે મેખલાવતી નગરી ક્યાં ગઈ? આશું કઈ દુરાત્માએ હારે અપહાર કર્યો? કિવા શું હુને આ સ્વપ્ન આવ્યું? એમ વિચાર કરતો તે નગરીના બહારના પ્રદેશમાં ફરતો હતો, તેટલામાં ત્યાં આગળ ઉત્તમ પ્રકારના સુગંધિત પુષ્પ અને ગાઢ છાયાવાળા વૃક્ષોથી સુશોભિત એવા એક મનહર ઉદ્યાનમાં શ્રીકેવલીભગવાન પધાર્યા હતા; તે હેના જોવામાં આવ્યા; વળી શ્રીકેવલીભગવાનને જન્મ શ્રીગષભદેવ ભગવાનના પવિત્ર વંશમાં થયેલું હતું. જેમની ઉજવલ કીર્તાિનો પ્રભાવ ત્રણે લેકમાં પ્રસાર થયેલો છે. એવા શ્રી દંડવિરત નામે તે રાજર્ષિને જઈ ધનપતિ વણિક બહુ સંતુષ્ટથયે અને ત્રણ પ્રદક્ષિણાઈ તેમના ચરણકમલમાં પ્રણામ કરી ઉચિત સ્થાનમાં તે બેઠે. અહો ? જ્ઞાનિમહાત્માઓનું દર્શન અપૂર્વઆનંદઆપે છે, તેમજ અન્યત્ર પણ કહ્યું છે કેआस्तां तावद्दिगन्तप्रथितयशसां संगतिः सज्जनानां,
तैः सार्द्ध वैरयोगोऽप्यतिशयमहतीमुन्नति संतनोति ॥ लोके कस्यागमिष्यत् श्रतिप्रथमवपुर्वक्रशेषोऽपिराहुखैलोक्यख्यातधाम्नोयदि रविशशिनोर्वैरतां नाकरिष्यत्॥१॥
અર્થ–“જેમની ઉજવલ કીર્તિ દિગંતોમાં પ્રસરી રહી છે એવા સજજન પુરૂષની સંગતિ તો દૂરરહી, પરંતુ તેમની
For Private And Personal Use Only