________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૧૪.
ચાલી આ કરતા વાતાએ
તેને
સુરસુંદરીચરિત્ર. બાબતમાં સંપૂર્ણ છે. તો પછી એની ઉદ્ધતાઈનું શું કહેવું? હવે એક દિવસ આ દુરાત્મા નગરના ઉપરિભાગમાં રહી નગર ચર્ચા જોતા હતા; તેવામાં આ વસુમતી સ્નાનકરી તરતજ સ્વચ્છ વસ્ત્રાદિક પહેરી હવેલીની અગાશીમાં બેઠી હતી. તે આકાશમાં રહેલા એવા આ દુષ્ટવિદ્યાધરની નજરે પડી. બાદ પિતાના મનમાં દીર્ઘકાલ સુધી આ વિચાર કરવા લાગ્યું કે અહો? આ સુંદરીનું અદ્ભુત રૂપ લાવણ્ય વિધિએ નિર્માણ કર્યું છે. એમ ધ્યાન કરતાં એનું હૃદય ક્ષણ માત્રમાં મુભિત થઈ ગયું, તેથી એ વિદ્યાધર પોતાની વિદ્યાવડે ધનપતિનું
સ્વરૂપ ધારણ કરી આ ઘરની ઉપર ઉતર્યો. પછી વસુમતી પણ આ દૈવ૫ટને કંઈ સમઝી નહીં. જેથી એને પિતાનો પ્રાણપતિ જાણુને એની સાથે તેણુએ ભેગવિલાસ કર્યા બાદ વિષયભેગમાં આનંદિત છે હૃદય જેનું એ આ દુરાત્મા વિચાર કરવા લાગ્યું કે; ધનપતિના સ્વરૂપમાં રહીને હું અહીં રહીશ. તેમજ એમ કરવાથી આ સર્વલોક હુને ઓળખી શકશે નહીં અને વળી આ મૃગાક્ષીની સાથે હમેશાં હું બહુ આનંદથી વિષયસુખ ભોગવીશ. પરમ સિભાગ્યના ખજાનારૂપ આ યુવતિને સમાગમ થયો છે તે હવે હારે વિદ્યાધરીઓ કિંવા અન્ય યુવતિઓનું શું કામ છે? બસ આ સુંદરીને સંગ હવે બહુ સુખદાયક છે. એમ વિચાર કરી આ દુરાત્માએ ધનપતિને અહીંથી અપહાર કર્યો અને ભરતક્ષેત્રમાં રહેલી અયોધ્યાનગરીમાં હેને મૂકી દીધા પછી તે અહીં આવી વસુમતીની સાથે વિષયસુખમાં આસક્ત થઈને પોતાની વિદ્યાવડે ધનપતિનું સ્વરૂપ ધારણ કરી પતાનું સ્વરૂપ પલટાવીને હમેશાં અહીં રહે છે.
For Private And Personal Use Only