________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પછપરિચ્છેદ.
ર૧૩ સુમંગલનું કાંતિવડે દિશાઓને ઉજવલ કરતોએ વૃત્તાંત, - એક દેવ ત્યાં એકદમ પ્રગટ થયે. અને
તે બે કે, હે ભદ્રિકજને ? આ અતિ દુષ્ટજનનું વૃત્તાંત તમે સાંભળો. એની ખરી હકીકત જાશ્યાવિના તમે અસત્ય કલપનાએ શામાટે કરે છે? અને તેમ નકામે કાલક્ષેપ કરવાથી શું ફલ છે ? બહુ પાપકારી એ આ સુમંગલનામે વિદ્યાધર છે. એણે બહુ ઉત્તમ પ્રકારની વિદ્યાઓ સિદ્ધ કરી હતી, તેમજ દરેક વિદ્યાધરોના નગરેમાં એની બહુજ પ્રસિદ્ધિ છે. હવે એક દિવસ વનમદના આવેશથી આ વિદ્યાધર નભેગામિની વિદ્યાવડે પોતાનાં અભીષ્ટ નગરમાં ફરતો ફરતે અહીયાં આ નગરમાં આવ્યું; કેવળ ચાવનથી જ આ વિદ્યાધર ઉન્મત્ત નહોતો પરંતુ વિદ્યાબળ તથા સ્વામીત્વ વિગેરેના પ્રભાવથી પણ બહુ ગર્વિષ્ઠ થયેલ હતો, તે પછી એનાઅવિનયનું શું કહેવું શાસ્ત્રમાં કહ્યું છે કે
यौवनं धनसंपत्तिः, प्रभुत्वमविवेकिता। एकैकमप्यनर्थाय, किमु यत्र चतुष्टयम् ॥१॥
અર્થ–“અહે? વનરૂપી ચત્વરમાં ભ્રમણ કરતો પુરૂષ ક્યા અનર્થને સ્વાધીન નથી થતો? તેમજ ધનસંપત્તિને ગર્વ પણ તેજ અનર્થકારક કહેલો છે. વળી પિતાના પરાક્રમવડે જેમને સ્વામીત્વને અધિકાર માન્ય હોય છે તેવું અને વિવેકરહિતપણું પણ કેવલ અનર્થદાયકજ કહેલું છે. આ ઉપરથી અહીં એટલું સમજવાનું છે કે, વન, દ્રવ્યવૈભવ, સ્વામીત્વ અને અવિવેકપણું એ ચારેમાંથી એકેક હોય તેપણ બહુ અનર્થદાયક થાય તો; જેની અંદર આ ચારે રહેલાં ન હોય તેની વાત જ શી કરવી ? ” આ વિદ્યાધરતે દરેક
For Private And Personal Use Only