________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુરસુંદરીચરિત્ર. જુછું કે આપ કંઈપણ વિપત્તિમાં આવી પડયા છે. આ પ્રમાણે પોતાની સ્ત્રીનું વચન સાંભળી અશનિવેગ છે; હે મૃગાક્ષિ? હારી કન્યા કામદેવની રાજધાની સમાન નવિનયવન દશાને પ્રાપ્ત થયેલી છે. છતાં હે સુંદરિ? કોઈપણ વરને તે ઇચ્છતિ નથી. તે પછી આથી મહેસું બીજું કયું દુઃખ છે? માત્ર હારી ચિંતાનું મુખ્ય કારણ તે તેજ છે.
વન વયને પ્રાપ્ત થયેલી કન્યા જે પરણાવવામાં ન આવે અને વર વિના રહેતે કંઈક વિપરીત કરી બેસે એ સંભવ રહે છે અન્યત્ર પણ કહ્યું છે કે:सुखी न जानाति परस्य दुःखं, न यौवनस्था गणयन्ति शीलम्। आपद्गता निष्करुणा भवन्ति, आर्ता नरा धर्मपरा भवन्ति ॥१॥
અર્થ –“સુખી માણસ પારકાના દુ:ખને જાણતા નથી, તેમજ યુવાવસ્થામાં રહેલા લેકે શીલવતને ગણતા નથી, આપત્તિમાં આવી પડેલા મનુષ્ય નિર્દય હોય છે, અને દુ:ખી પુરૂષ ધર્મપરાયણ થાય છે.”કદાચિત્ એવો પ્રસંગ બનેતો કુલને કલંક લાગ્યા શિવાય રહે નહી અને કુલને ડાઘ લાગ્યા પછી આપણે આ દુનીયામાં કેવી રીતે જીવવું ? વળી ઉમ્મરલાયક પુત્રીને ઘેર રાખવી તે પણ બહુ અનિષ્ટ ફળદાયક છે. હવે આ પુત્રીને મનવાંછિત ભર્તા કોણ થશે? તે સંબંધી ચિંતા હને બહુજ રહ્યા કરે છે. હે સુંદરિ ? વધારે શું કહેવું ? એને લીધે શત્રીએ સુતાં મહને નિદ્રાપણ આવતી નથી. શાસ્ત્રમાં કહ્યું છે કે – अर्थातुराणां न सुहृन्न बन्धुः, क्षुधातुराणां न वपुर्न तेजः। कामातुराणां न भयं न लज्जा, चिन्तातुराणां न सुखं न निद्रा॥
For Private And Personal Use Only