________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પછપરિચ્છેદ. તેમજવળીચારપ્રકારની બુદ્ધિવડે સંપન્ન અને રાજાને ખાસ વિશ્વાસપાત્રએ મેઘનાદનામે તેને પ્રવરમંત્રી છે. તેની પ્રાણપ્રિયા ઈદુમતી નામે ભાર્યા છે. વળી તે ઉત્તમકુલમાં જ
મેલી એટલું જ નહીં પરંતુ ઉત્તમ સાંદર્યાદિ ગુણેનું સ્થાન ભૂત તેમજ પતિભક્તિમાંજ કેવલ પ્રીતિવાળી હોવાછતાં હમેશાં ધર્મ કાર્યમાં તત્પર રહે છે. તેણીની સાથે વિષયસુઅને અનુભવ કરતા તે મેઘનાદને રૂપમાં કામદેવ સમાન, અશનિવેગનામે એક પુત્ર થયે. તે માતાપિતાને અત્યંત આનંદ આપવા લાગ્યા. અનુક્રમે સમસ્ત કલાઓને પારગામી થયો. તેમજ વિદ્યાધરને ઉચિત એવી વિવિધ પ્રકારની વિદ્યાઓ સિદ્ધકરી કમાનુક્રમે સમગ્ર ગુણેનો આધારભૂત એવો તે અશનિવેગકુમાર યાવનવયને શોભાવવા લાગ્યા. હવે વૈતાગિરિની આ દક્ષિણમાં કુંજરાવ
નામેનગર છે. જેની અંદર ચંદ્રગતિ નામે ચંદ્રગતિ વિદ્યાધરેંદ્ર રહે છે, તેમજ હૃદયને અતિ વિદ્યાધર. ઈષ્ટ એવી મદનરેના નામે તેની ભાર્યા
છે. સાંસારિક સુખનો વિલાસ કરતાં તેઓને કેટલાક સમયવ્યતીત થતાં અમિતગતિનામે એક પુત્ર થયે. ત્યારબાદ ચંપકના પુષ્પસમાન ગારવણું ચંપકમાલા નામે તેઓને એક પુત્રી થઈ. અનુક્રમે તે બાલા વિદ્યાધરના કુમારવર્ગના હૃદયને હરણ કરનાર નવીન વૈવનને પ્રાપ્ત થઈ. પછી તે ચંપકમાલા સુરનંદન નગરના રહીશ એવા તે મંત્રીના પુત્ર અશનિવેગને વરી. તેણે પણું પ્રીતિપૂર્વક તેનવાવનાને સ્વીકાર કર્યો. ત્યારબાદ તે પોતાના નગરમાં તેને લઈ ગયે. મુખવડે ચંદ્રમાન, કાંતિમાં રતિ
For Private And Personal Use Only