________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુરસુંદરીચરિત્ર હર્ષપૂર્વક હારા હસ્ત સાથે પિતાને હસ્ત મેલાપ કર્યો. ત્યારબાદ અનુક્રમે વિવાહમંગલ વર્તાવા લાગ્યાં. વિવાહ કાર્ય પૂર્ણ થયા બાદ નવાહનરાજાની આગળ વારાંગનાઓએ વિવિધ હસ્તાદિકના અભિનય સાથે બહુ સુંદર નાટયને પ્રારંભ કર્યો. તેમજ મધુરસ્વરવડે કેટલીક વારાંગનાઓ ગાયન કરવા લાગી. તેટલામાં ભય વડે પૂર્ણ છે હૃદય જેનું એવી એક યુવતિ ત્યાં આવી અને તેણુએ પોતાના હસ્તમાં રહેલી એક ઉત્તમ મુદ્રિકા હુને બતાવી. તે જે મહું વિચાર કર્યો કે, આ મુદ્રિકા મહુડરીજ છે. અહા ! એની પાસે આ મુદ્રિકા અહીં કયાંથી આવી હશે ? એમ હું ઉહાપોહ કરતા હતા, તેવામાં હુને મૃતિ આવી કે; હસ્તીના ભયથી પ્રથમ જે કન્યાને હું બચાવી હતી તે જ આ કન્યા છે. અને તેણીએ તે વખતે હારી પાસેથી આ મુદ્રિકા લઈ લીધી હતી. ફરીથી બહુ કિંમતી એવી તે મુદ્રિકાને નિશ્ચય કર્યા બાદ તેણીના સન્મુખ મહેં જોયું તો એકદમ તે હારા ઓળખવામાં આવી. અને મહેને નિશ્ચય થયો કે, હાથીના ભયથી મુક્ત કરી હતી તેજ આ હારી સ્ત્રી છે. દૈવયોગથી જે પીડા થવાની હોય તે કેણ મિથ્યા કરે ? વળી જુઓ કે આ પ્રાણપ્રિયાનું દર્શન બહુજ દુર્ઘટ હતું છતાં પણ તે સદ્ભાગ્યને લીધે હિને અક
સ્માત્ થઈ ગયું. અથવા દૈવ અનુકૂલ હોય તો કોઈપણ એવી વસ્તુ નથી કે જે પ્રાપ્ત ન થાય. આ દુનીયામાં કર્મ રેખા બલવાન છે. તે સિવાય અન્ય ધર્યાદિક ગુણ સુખદુઃખ આપવા સમર્થ થતા નથી. અન્યત્ર પણ કહ્યું છે કે – अकारणं सत्त्वमकारणं तपो, जगतत्रयव्यापि यशोऽप्यकारणम् । अकारणं रूपमकारणं गुणाः, पुराणमेकं नृषु कर्मकारणम् ॥१॥
For Private And Personal Use Only