________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુરસુંદરીચરિત્ર. કોઈપણ સમયે કાંકરે ગળવાને પ્રસંગ આવતો નથી. માટે હે સુતનું? તું હવે શકનો ત્યાગ કર. ચાલ આપણે રત્નસંચયનગરમાં જાઈએ, પછી સમયોચિત જેમ જેમ મેગ્ય લાગશે તેમ આપણે કરીશું. એમ કહી તેણની સાથે હું રતિપતિ-કામદેવને પ્રણામ કરી ત્યાંથી નીકળ્યો. ત્યારબાદ તેણીના કંઠમાં આલિંગન દઈ હું આકાશમાર્ગે પ્રયાણ કરવા લાગ્યો. રાગરૂપી અંધકારથી મેહિત થયેલા મનુષ્યના મેહગ્રસ્ત ચરિત્રને જોવા માટે જેમ દૂરથી અંધકારનો સંહાર કરતે સૂર્યદેવ એકદમ પ્રગટ થયે. ત્યારબાદ તે યુવતિ બેલી. હિં સ્વામિન? હુને બહુ તૃષા લાગી છે. હારૂં ગળુ હવે સુકાઈ જાય છે. હજુ પણ આપણે તે નગર કેટલું દૂર છે ? હે સુંદરી? આપણું નગરતે હજી બહુ દૂર છે. પરંતુ આ અરણ્યની ઝાડીમાં આપણે ઉતરીયે કારણ કે, અહીં જરૂર પાણ હશે. એમ કહી અમે બંને જણ ત્યાં ઉતર્યા, પછી લતાગૃહોથી સુશોભિત એવા તે મનેહરવનમાં ઠંડા જળથી ભરેલે એક નિર્મલ ઝરે અમ્હારા જોવામાં આવ્યો. ત્યાર બાદ તે યુવતિ જલપાન કરી ગાઢ પત્રવાળા વૃક્ષની શીતલ છાયામાં બેઠી તેટલામાં હું પણ શારીરિક ચિંતા કરીને ત્યાં આવ્યું. હે સુપ્રતિષ્ઠ? આ પ્રમાણે પ્રભાતિક કાર્ય કરી ક્ષણમાત્ર ત્યાં હું વિશ્રાંતિ લેતે હતો તેટલામાં નજીક રહેલા કદલીગૃહમાંથી એક શબ્દ મહારા સાંભળવામાં આવ્યો કે, હે સુંદરી ? હારું શરીર હવે સ્વસ્થ થયું છે. ચાલો હવે આપણે પિતાના સ્થાનમાં જાઈએ. આ પ્રમાણે શબ્દ સાંભળીને હારા હૃદયમાં વિકલ્પ થયે કે, જરૂર આ શબ્દ ચિત્રગતિને છે. બીજા કેઈને આ શબ્દ હોય તેમ લાગતું
For Private And Personal Use Only