________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષષ્ઠપરિચ્છેદ. पूर्वाजितेन पुण्येन, लभ्यन्ते सर्वसम्पदः। हीनपुण्याः सदापत्ति, भजन्ते कर्मयंत्रिताः ॥१॥
અર્થ–પ્રથમકાલમાં ઉપાર્જન કરેલા પુણ્યવડે દરેક પ્રાણીઓ કર્માનુસાર સર્વ સંપત્તિઓને પ્રાપ્ત કરે છે. તેમજ પુણ્યહીન લેકે કર્મ રૂપી યંત્રમાં જકડાયા છતા હમેશાં આપત્તિના ભક્તા બને છે.” માટે હે સ્વામિનું ? સ્વપ્રમાં પણ મહને સુખ મળે તેમ હું ધારતી નથી. હે સુપ્રતીષ્ઠ? આ પ્રમાણે પિતાને અભિપ્રાય જણાવી તે બાલા હારા કંઠને અવલંબીને બહુ દુઃખને લીધે અત્યંત રૂદન કરવા લાગી. ત્યારે હું કહ્યું કે, હે સુંદરી? આ અસાધારણ શેક તું શા માટે કરે છે ? જે થયું તે ખરૂં અને હાલમાં જે થવાનું હશે તે થશે. વળી હારે સમાગ થયાશિવાય જે હારૂં મરણ થયું હોત તો તે હુને બહુ દુઃખદાયક થાત, પરંતુ હે સુંદરી ? હાલમાં હારૂં મરણ થશે તેપણ મહને તે સંબંધી કંઈપણ દુ:ખ નથી. જેમ હૃારી સાથે અચિંતિત એવો આ મહારો સમાગમ થયો છે તેમ કદાચિત્ અન્ય પણ શુભકાર્ય પ્રાપ્ત થાય. પ્રથમ ઈષ્ટ સિદ્ધિને માટે ઉપાય કરે જોઈએ પછી જે થવાનું હોય તે થાય એમાં જકનો શો દોષ? માંચામાં પડેલા પ્રાણીઓને મરણ તે સ્વાભાવિક રીતે આ ધારભૂત હોય છે. છતાં પણ માંદગીમાં ઉપચાર કરવા જરૂરના છે. વળી તે સુંદરી? તે નાવાહન વિદ્યાધરને જોઈને જ મહે આ કાર્ય કરેલું છે. ભવિષ્યમાં જે થવાનું હશે તે થશે, ને જે કંઇ ઉચિત લાગ્યું તે પ્રમાણે હે કર્યું છે. તે વિદ્યાધરથી મરણ તો અવશ્ય મહે સ્વીકારેલું છે, તે પણ તેનાથી નાસવું તો ખરૂં. જલને ચાવવામાં ઉદ્યત થયેલા પ્રાણીઓને
૧૩
For Private And Personal Use Only