________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુરસુંદરીચરિત્ર. આ પ્રમાણે તેણીના કહેવાથી હું તે બાલાની સાથે ગંધર્વ વિધિવડે લગ્ન કર્યું. તે લગ્નની અંદરકામદેવને સાક્ષીભૂત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ અનેક પ્રકારનાં વચનવડે તે બાલાને ભય અનુક્રમે હે દૂર કર્યો. પછી તેણીનું હૃદય. સ્વસ્થ થયું, એટલે તેની સાથે ક્ષણમાત્ર ક્રીડા કરીને તેની સાથે ગાઢ આલિંગન દઈ ત્યાં હું સુઈ ગયો. પાછળની રાત્રીએ હું જાગી ઉઠો અને તે બાલાને હેં કહ્યું કે, હે મૃગાક્ષી ? હવે અહીંથી આપણે ચાલી નીકળવું જોઈએ. કારણ કે, આવું વિચાર્યું કર્મ કરીને આ સ્થાનમાં રહેવું એ ઠીકનહીં કારણકે; આ વાત લેકના જાણવામાં આવે તો આપણા બં નેની પૂરી ફજેતી થાય. આ પ્રમાણે હારો અભિપ્રાય જાણી માટે નિઃશ્વાસ મૂકી હારી પ્રાણપ્રિયા બોલી કે, હે આર્ય પુત્ર? ક્રમાનુસાર હારું જે મરણ થયું હતતો બહુ સારૂ. કારણ કે, હે સ્વામિની વ્હારા માટે હાલમાં આપને ઘણું આપત્તિ વેઠવાની આવી પડી. વળી નવાહન રાજા વિઘાના બળથી બહુ ગર્વિષ્ઠ થયેલ છે અને પરાક્રમમાં બહુ પ્રચંડ છે. હે નાથ? આપણે અહિંથી નાશી જઈશું તોપણ આપણું કેઈપણ શરણ થવાનું નથી. માટે હે પ્રાણપ્રિય ? ખરેખર હું તહારી વૈરિણું થઈછું. હે સ્વામિન્ ? હાલમાં આપના માંથે આવી પડેલી આપત્તિને જઈ મહને જે દુઃખ થયું છે, તેટલું દુખ પ્રથમ આપના વિરહતાપનું પણ હુનેન હોતું થયું. હે નાથ ? આપ હને પ્રાપ્ત થયા છે છતાં પણ હારા દુકૃતને લીધે હાલમાં આપ અહીં રહેવાના નથી. અથવા પુણ્યહીન પ્રાણીઓને પ્રાપ્ત થયેલી વસ્તુ સહેજમાં નષ્ટ થાય છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે;
For Private And Personal Use Only