________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષષ્ઠપરિચછેદ.
૧૮૭ તે કનકમાલા, મદનગૃહના દ્વારમાં આવી પહોંચી બાદ, શિબિકામાંથી પિતે નીચે ઉતરી, પૂજન માટે પુષ્પાદિક સામગ્રીને પિતે ગ્રહણ કરી, સમસ્ત પોતાના પરિજનને દ્વારા દેશમાંજ ઉભે રાખે. પછી કામદેવના પૂજન માટે પોતે એલીએ અંદર પ્રવેશ કર્યો. ત્યારબાદ તે બાલાએ અંદર જઈને દ્વારનાં કમાડ બંધ કરી અર્ગલા (ભૂગોળ) ભીડાવી દીધી. પછી તે બાલા કામદેવનું પૂજન કરીને તેના ચરણુકમલમાં પ્રણામ કરવા લાગી. પ્રણામ કર્યા બાદ તે બહુ નિ:શ્વાસ નાખવા લાગી. તેમજ તેના નેત્રોમાંથી સ્કૂલ અશ્રપાત થવા લાગ્યા. મંદમંદ શબ્દથી ગગ૬ કઠે આક્ષેપ સહિત તે બાલા કહેવા લાગી કે, હે ભગવન ? દેવ અને મનુષ્યોને જીતનાર હોવા છતાં પણ આપ શામાટે આ સ્ત્રી-. જાતિને દુઃખી કરે છે ? હે ભગવન ? તે પ્રાણપ્રિયને વિષે મહારે અતિશય અનુરાગ થયે છે છતાં, હેને છોડીને અન્ય. પુરૂષની સાથે હુને તમે શા માટે જવા તૈયાર થયા. છે? વળી આલોકમાં સંભળાય છે કે, હે ભગવદ્ ? તમ્હારાં પાંચજ બાણ છે, પરંતુ હવે તે હજાર બાણ સમાન તમે થઈ પડયા છો. એવી મ્હને ખાત્રી થઈ છે. હે ભગવન ? જે તમ્હારે હુને પ્રહાર કર હોય તે સુખેથી પ્રહાર કરે તમને કેણ નિવારણ કરે છે ? પરંતુ જે હારી ઉપર પ્રહાર કરવો હોય તો તેવા કરે જેથી મૃત્યુના મુખમાં જલદી હું ચાલી જાઉં. વળી હે કામદેવ? તમેએ હુને એ માર માર્યો કે નહીં તે મૃત્યુ થયું, તેમ જીવતી પણ હું નથી. માટે આપને હું શું કહું ? હાલમાં હું આપને શરણે આવી છું. અગ્નિથી દગ્ધ થયેલા માણસને જેમ અગ્નિજ ઔષધ થાય.
For Private And Personal Use Only