________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમપરિચ્છેદ. જણું પણ પ્રથમથી જ કામદેવના મંદિરમાં જઈ છુપાઈ રહીએ, પછી તે કન્યા જ્યારે પૂજન માટે આવશે ત્યારે તેનાં વસ્ત્ર લઈ હું સ્ત્રીને વેશ કરી વરની પાસે જઈશ. અને તું કનકમાલાને લઇને તે જ વખતે પલાયન થઈ જજે. ત્યાબાદ હું પણ ત્યાંથી કેઈ ઉપાયથી લાગ શોધીને નાશી જઇશ. હે ભદ્ર? આ પ્રમાણે કરવાથી તે કન્યાની જરૂર પ્રાપ્તિ થશે. અન્યથા તમે કન્યાની આશા રાખશે નહીં. વળી આ પ્રમાણે કરવાથી દેવતાનું વચન પણ સત્ય થશે. પિતાને ઈષ્ટ અર્થ સાધવા માટે પુરૂષાએ પ્રથમ પુરૂષાતન કરવું જેઇએ. કાર્યસિદ્ધિ દેવ રેગથી થાય છે. હે સુપ્રતિષ્ઠ? આ પ્રમાણે યોગ્ય ઉપાય તેણે બતાવ્યું. હારું હૃદય તે તે યુવતિના રાગમાં વિમૂઢ થઈ ગયુ હતું, જેથી કંઈપણ
હેં વિચાર કર્યો નહીં કે ભવિષ્યમાં અસહ્ય દુઃખ આવી પડશે. શ્રીધનેશ્વર મુનિવરે રચેલી સુધ એવી ગાથાઓના સમૂહ વડે મનેહર, રાગ અને દ્વેષ રૂપી અગ્નિ અને વિષધરને હરણ કરવામાં જલ અને મંત્ર સમાન, આ સુરસુંદરી કથામાં કનકમાલાની પ્રાપ્તિના ઉપદેશને સૂચન કરનાર આ પાંચમો પરિચછેદ સમ્યક્ પ્રકારે પૂર્ણ થયા. इतिश्रीधनेश्वरमुनिविरचितप्राकृतपद्यमयसुरसुंदरीचरित्रस्य शास्त्रविशारदयोगनिष्ठाध्यात्मज्ञानदिवाकरजैनाचार्यपूज्यपादश्रीमद्-बुद्धिसागरसूरीश्वरशिष्यरत्नप्रसिद्धवक्तेतिख्यातिभागाचार्यश्रीमद्-अजितसागरसूरिकृतगुर्जरभाषानुवादे कनकमालाप्रापणोपदेश
सूचकोनाम-पंचम परिच्छेदः समाप्तः
For Private And Personal Use Only